ગુજરાત ચૂંટણીઃ કોંગ્રેસની 'ફોજ'નું મોદી પર આક્રમણ

ગાંધીનગરમાં મોદીને ગોડસે ગણાવતા કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, સત્યના માર્ગે ચાલનારા ગાંધીના ગુજરાતમાં અસત્ય વધારે ચાલે છે. ગુજરાતમાં ખેડૂતોને વીજળી મોંઘી હોવાના કારણે આત્મહત્યા કરવી પડે છે અને મોદી સરકાર ગુજરાતમાં પેદા થતી વીજળીને બીજા રાજ્યોમાં વેચીને લાભ ખાટી રહી છે. જ્યારે મહેસાણામાં તેમણે કહ્યું કે, જો લોકાયુક્તની નિમણૂક કરવામાં આવે તો હાલના મંત્રીમંડળના મોટાભાગના સભ્યો ગાંધીનગર નહીં પણ જેલમાં હોય. કોંગ્રેસ સત્તા પર આવશે તો સબસિડીવાળા ૬ને બદલે ૧ર બાટલા આપશે. ગાંધીનગરમાં નિવૃત આઇપીએસ અધિકારી રાજન પ્રિયદર્શીએ મોદી પર આક્ષેપો કરતાં કહ્યું કે,' ગુજરાતમાં મોદીના ઇશારે કોમી રમખાણો થયા હતા. અમદાવાદમાં ૧૯૮૫ના રમખાણોમાં પણ મોદીનો હાથ હતો. જગન્નાથ મંદિરમાંથી તમામ રમખાણોનો દોરીસંચાર કરાયો હતો.
મહેસાણામાં સંબોધતા હરિયાણા સરકારના મંત્રી રણદીપસિંહ સૂરજેવાલે કહ્યું કે,' ગુજરાતમાં ભાજપની સરકારમાં જો કોઇનું સૌથી વધુ શોષણ થયું હોય તો ખેડૂતોનું થયું છે. હરિયાણા પણ ગુજરાતની જેમ ખેડૂત રાજ્ય છે પરંતુ હરિયાણામાં ખેડૂત ગુજરાતની સરખામણીએ સારી સ્થિતિમાં છે.
વિરમગામમાં એક સંમેલનમાં અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર ઉત્સવો જ ઉજવી રહી છે, તેમના દ્વારા એટલા બધાં ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે કે હવે માત્ર હવે રાજકીય મરણોત્સવ જ ઉજવવાનો ભાજપને બાકી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
નડિયાદમાં કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે જણાવ્યું કે, મોદી કેન્દ્ર સરકારે કામોને પણ પોતાના ગણાવી લોકોને છેતરી રહ્યાં છે, જેનાથી દૂર રહી પ્રજાએ શાનપણ બતાવવાની જરૂર છે. આ વખતે દિવાળીની ઉજવણી ૨૦મી ડિસેમ્બરે કરવાની છે. રામની વાત કરનારા આજે રામને ભુલી ગયા છે. બની શકે કે આ લોકો હવે ગાંધી અને સરદારને ભૂલી જાય.
મોરબીમાં ડો.પ્રભાબેન ઠાકુરે કહ્યું કે ગુજરાતમાં દાદાગીરી અને ખંડણીનું રાજકારણ છે. મોદીએ ગુજરાતને ગૌરવ અપાવવાના બદલે શરમજનક સ્થિતિમાં મુક્યું છે. ગુજરાતમાં ખંડણી વસુલવાનો કાર્યક્રમ મોટા પાયે ચાલાવવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં મોદી કચરો છે, આ દિવાળીએ હવે તેને સાફ કરી નાખો.
હિંમતનગરમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી અજય માકને જણાવ્યું કે,' ભાજપ સરકારે વિકાસનાં નામે ભ્રષ્ટાચાર કરી ગુજરાતને વિકાસમાં પાછળ રાખી દીધું છે. ખોટી માહિતીઓ અને ભ્રામક જાહેરાત કરીને ગુજરાતની પ્રજાને ભરમાવવાનો પ્રયત્ન કરાય છે. ગુજરાતના ૪૦ ટકાથી વધુ લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યાં છે. ગુજરાતની પ્રજાએ ભાજપના અડધડ વહીવટને જાકારો આપીને કોંગ્રેસને વિજય બનાવાની છે.
શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે,' ગડકરીએ સ્વામી વિવેકાનંદનું અપમાન કરીને દેશની પ્રજાની લાગણી દુભાવી છે. કોંગ્રેસની ઘરનું ઘર યોજનાને બહેનોનો ભારે પ્રતિસાદ સાંપડ્યો છે. આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હાંકી કાઢો.
ભાવનગરમાં કેન્દ્રીય કેબીનેટ મંત્રી હરીશ રાવતે કહ્યું હતુ કે, 'છેલ્લા ૯ વર્ષથી ભાજપ સરકાર ગુજરાતમાં લોકાયુક્તની નિમણુંક કરવાથી કેમ ગભરાય છે ? એક તરફ ભાજપ કેન્દ્ર સરકાર પર લોકપાલ લાવવા દબાણ કરે છે તો બીજી બાજુ ગુજરાતમાં લોકાયુક્તની નિમણુંક કરાતી નથી. ખોટો જશ ખાટવા માટે મોદી કેન્દ્રના કામોને પોતાના નામે ચઢાવી 'મેં કર્યું મે કર્યું તેમ કહે છે અને કામ ના થાય તો કોંગ્રેસ ખોટા આક્ષેપ કરે છે. ભાવનગરના વિકાસ માટે ભાજપ સરકારે શું કર્યું ? મને જાણવા મળ્યું છે ત્યાં સુધી ભાવનગર માટે એક પણ કામ ભાજપ સરકારે કર્યું નથી.
ભરૂચમાં મુકુલ વાસનિકે કહ્યું કે, ગાંધીની ભૂમિ ગુજરાતમાં ગોડસેની વિચારધારા ન નીકળી શકે. નફરતની વિચારધારા ગુજરાતની પ્રજા છોડી રહી છે અને સત્યનો સાથ આપી રહી છે, આમ નાગરીક હવે કોંગ્રેસની સરકાર અને કોંગ્રેસની વિચારધારાને અપનાવી રહ્યા છે. ડો.તુષાર ચૌધરીએ કહ્યું કે, ભરૂચ જિલ્લો અહેમદ પટેલનો જિલ્લો છે. એહમદ પટેલે ભરૂચ જિલ્લાના વિકાસ માટે ઘણાં કાર્યો કર્યા છે. ગુજરાતની સરકારે શું કર્યુ ? રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની ટીકા કર્યા સિવાય કશું કર્યુ નથી. મહારાષ્ટ્રના કાપડ મંત્રી આરીફ નશીમ ખાને ગુજરાતની ભાજપ સરકાર હથેળીમાં ચાંદ બતાવવાનું કામ કરી રહી હોવાનું કહ્યું છે.
ગાંધીનગરમાં સંદીપ દીક્ષિતે કહ્યું કે, ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી. રાજ્યમાં મહિલાઓને ખરાબ દૃષ્ટિથી જોવામાં આવે છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. રાજ્યનો વિકાસ માત્ર કાગળ પર દેખાય છે. વાસ્તવિક્તા અલગ છે. રાજ્ય સરકાર છેલ્લાં ૧૫ વર્ષથી ઘરવિહોણાં લોકોને મકાન આપવામાં નિષ્ફળ રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
