કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આંકડામાં હેરાફેરી કરી રહી હોવાનો કોંગ્રેસનો આરોપ
ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી જ સરકાર પર આંકડામાં હેરાફેરીના આરોપો લાગી રહ્યા છે. પોતાની ખોખલી નીતિ માટે જાણીતી કેન્દ્રની બીજેપી સરકારનો વધુ એક કાંડ પકડાયો છે. કોંગ્રેસે લોકસભાના આંકડા આગળ ધરીને રાજ્ય સરકારની આંકડાની હેરાફેરીને પકડી પાડી છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવકત્તા પાર્થિવરાજ કઠવાડિયાએ કેન્દ્ર સરકાર પર મોટો આરોપ લગાવતા જણાવ્યુ કે, ગુજરાતમાં રોજ અઠાર વર્ષથી નીચેની ઉમરની 4 છોકરીઓ ગુમ થઈ રહી છે અને રોજ રાજ્યમા પાંચ મહિલાઓ ઉપર બળાત્કરા થઈ રહ્યા છે.
લોકસભામાં કેન્દ્ર સરકાર દ્વારા રજુ કરાયેલા આંકડાનો હવાલો આપતા પાર્થિવરાજ કઠવાડીયાએ ગુજરાત સરકારના આંકડાની પોલ ખોલી અને જણાવ્યુ કે, વિધાનસભા અને લોકસભામાં રજુ કરાયેલા આંકડામાં વિસંગતતા છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે સાચુ કોણ, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર?
જણાવી દઈએ કે, લોકસભામાં રજુ કરાયેલા આંકડા અનુસાર ગુજરાતમાં 5 વર્ષમાં 18 વર્ષથી નાની ગુમ થનારી બાળકીઓની સંખ્યા 7430 છે. વર્ષ 2021 માં 1474, વર્ષ 2020 માં 1345, વર્ષ 2019 માં 1403, વર્ષ 2018 માં 1680 અને વર્ષ 2017 માં 1528 બાળકીઓ ગુમ થઈ હતી.

બીજી તરફ ગુજરાત વિધાનસભા રજુ કરાયેલા આંકડા અનુસાર, ગુજરાતમાં બે વર્ષમાં 3796 બળાત્કાર થયા હોવાનું જણાવાયુ છે. લોકસભા મુજબ પાંચ વર્ષમાં 2633 જ બળાત્કાર થયા હોય તો ગુજરાતના આ આંકડા તેનાથી વધુ કેમ છે?
વિધાનસભાના આંકડા અનુસાર, અમદાવાદ શહેરમાં બે વર્ષમાં 729 દુષ્કર્મની ઘટના અને 16 જેટલા સામુહિક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી. ત્યારબાદ સુરત શહેરમાં 508 દુષ્કર્મ અને 5 સામુહિક બળાત્કાર, વડોદરામાં 183 દુષ્કર્મ અને 4 સામુહિક દુષ્કર્મ, રાજકોટમાં 145 દુષ્કર્મ અને 7 સામુહિક બળાત્કારના કેસ નોંધાયા છે.
લોકસભામાં ઓછા આંકડા દર્શાવી ગુજરાતમાં બનતી દુષ્કર્મની ઘટનાઓના આંકડા છુુપાવી ફરી એક વખત નરેન્દ્ર મોદી સરકારની આંકડાની હેરાફેરી પકડાઈ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
