ભાજપની મીલીભગતથી તેલના ભાવ વધતા હોવાનો કોંગ્રેસનો આરોપ!
રાજ્યમાં ખાદ્યતેલના અસહ્ય વધી રહેલા ભાવ વધારાને લઇને કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પ્રવક્તા મનિશ દોશીએ ભાજપની મીલીભગતથી લૂંટ ચલાવતાં હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
રાજ્યમાં ખાદ્યતેલના અસહ્ય વધી રહેલા ભાવ વધારાને લઇને કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પ્રવક્તા મનિશ દોશીએ ભાજપની મીલીભગતથી લૂંટ ચલાવતાં હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. સરકાર ભાવ વધારો કાબૂમાં લેવા કોઈ નક્કર પગલાં લેતી નથી, ભાજપ સરકારને કરોડો રૂપિયા ચૂંટણી ફંડ ને લીધે તેલીયા રાજાઓ બેફામ ભાવ વસૂલવાનો પરવાનો આપ્યાનો આક્ષેપ કર્યો હતો.

કોંગ્રેસ પ્રવકત્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, તેલીયા રાજાઓ દ્વારા તેલના ભાવ વધારાઓ કરીને ચલાવવામાં આવતી લુંટના નાણાં કમલમ્ અને ગાંધીનગર સુધી ચુંટણી ફંડ પેટે પહોંચાડવામાં આવે છે. આગામી વિધાનસભાની ચુંટણીમાં ફંડ ભેગુ કરવા ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની ખાનગી સુચનાથી ૨૦૦ તેલ મીલરોને ૧-૧ કરોડ કમલમ્ પહોંચાડીને ૨૦૦ કરોડ રૂપિયાનું ફંડ ભેગુ કરવાનું કાવતરૂં કર્યું છે, આમ, તેલના ભાવ વધારા પેટે નાગરીકોએ તેલ મીલરો મારફતે ભાજપને ચુંટણી ફંડ આપવું પડશે, તેવો આક્ષેપ પણ કોંગ્રેસના પ્રવક્તાએ કર્યો છે.
રાજ્યમાં ખાદ્યતેલ અને ખાદ્યાન્નના ભાવો દિનપ્રતિદિન વધતા જાય છે, તેલના ભાવો આસમાને છે ગરીબોને તેલનું ટીપું દોહલું બન્યું છે, રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા તેલીયા રાજાઓ અને તેલ અને અનાજનો ગેરકાયદેસર સંગ્રહ કરીને કાળોબાર કરનારાઓ ઉપર કોઈ કડક પગલાં લેવામાં આવી નથી. રાજ્યમાં તેલીયારાજાઓ અને સંગ્રહખોરોને સરકાર કે તંત્રની બીક પણ નથી તે સરકારે આપેલા આંકડાઓ પરથી જાહેર થાય છે. કેમ કે બે વર્ષમાં રાજ્યમાં માત્ર ૭૦ દરોડાઓ જ પાડવામાં આવ્યા છે. બે વર્ષમાં રાજ્યના ૧૨ જીલ્લામાં તો એકપણ દરોડો પાડવામાં આવ્યો નથી. આમ ભાજપ સરકારની મીઠી નજર હેઠળ તેલીયા રાજાઓ બેફામ બનીને કાળાબજારી અને કમરતોડ ભાવ વધારો કરીને નાગરીકોના ખિસ્સામાં રીતસરની લુંટ ચલાવી રહ્યા છે.
છેલ્લા અઢી વર્ષ જેટલા સમય ગાળામાં સીંગતેલનો કિગ્રાનો ભાવ ૧૦૭ માંથી ૨૦૦, કપાસિયા તેલ ૧ કિલોનો ભાવ ૮૭માંથી ૧૭૩ અને પામોલીન તેલનો ૧ કિલોનો ભાવ ૭૪માંથી ૧૩૨ થયો છે. ખાદ્ય પદાર્થે લોટ, દહીં, કઠોળ, અનાજ વગેરે જીવન જરૂરીયાતની વસ્તુઓ પર જીએસટી લાદવાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રુડ ઓઈલની કિંમત ઘટવા છતાં સરકારે એકસાઈઝ ડયુટીમાં સતત વધારો કરીને પેટ્રોલ, ડીઝલ, કિંમતો આસમાને પહોંચાડી દિધી છે.ગેસ સીલીન્ડર ૧૦૫૦ રૂપિયા એટલે કે બમણો કરીને ગૃહણીઓનું બજેટ ખોરવી નાંખ્યુ છે.












Click it and Unblock the Notifications
