ભાજપની જનવિરોધી નીતિનો સામાન્ય માણસો ભોગ બન્યા છેઃ કોંગ્રેસ

ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના સામાન્ય અને ગરીબ લોકોને ભાજપની સરકારે અન્યાય કર્યો હોવાનુ જણાવ્યું હતું. જ્યારે, કોંગ્રેસ હંમેશા સમાવેશી વિકાસમાં માનતી રહી છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના સામાન્ય અને ગરીબ લોકોને ભાજપની સરકારે અન્યાય કર્યો હોવાનુ જણાવ્યું હતું. જ્યારે, કોંગ્રેસ હંમેશા સમાવેશી વિકાસમાં માનતી રહી છે. ગુજરાતમાં ભાજપના 27 વર્ષના કુશાસનએ સમાજના અનેક વર્ગો - દલિતો, આદિવાસીઓ, અન્ય પછાત વર્ગો અને ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓને - વિકાસમાં ખૂબ પાછળ છોડી દીધા છે. ગુજરાતમાં ખેડૂતો અને ખેત મજૂરો, ડેરી અને અન્ય સહકારી એકમો, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો, વેપારી વર્ગ, તમામને ભાજપની જનવિરોધી નીતિઓનો ભોગ બનવું પડ્યું છે. ભાજપની સરકારમાં માત્ર ૧-૨ ઉદ્યોગપતિઓને જ ફાયદો થયો છે.

Congress

ગુજરાતની જનતા સારી રીતે જાણે છે કે ભાજપ તેના વચનો પાળવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. રાજ્યમાં જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે ભાજપનો એક જ એજન્ડા હોય છે કે કોઈ પણ જૂઠાણા દ્વારા સમાજમાં તણાવ પેદા કરી. મુખ્ય સમસ્યાઓ પરથી લોકોનું ધ્યાન હટાવી સરકારની નિષ્ફળતાથી છુપાવવાનો એજન્ડા છે.

કોંગ્રેસ પક્ષ સમાજના તમામ વર્ગોના ઉત્થાન માટે ઉભા રહેવામાં ગર્વ અનુભવે છે, ખાસ કરીને જેઓ ભાજપના કુશાસનને કારણે વિકાસની મુખ્યધારમાં ખૂબ પાછળ રહી ગયા છે. આ લોકોના કલ્યાણ અને તેમના વિકાસ માટે કોંગ્રેસ અગ્રેસર રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X