વિધાનસભા ગૃહમાં પૂર્વ રાજ્યપાલ અને પૂર્વ સભ્યોને CMએ પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat assembly Session: ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15મી વિધાનસભાના પાંચમાં સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખો દ્વારા પૂર્વ રાજ્યપાલ સ્વ. ડૉ. કમલાજી બેનીવાલ અને પૂર્વ દિવંગત સભ્યોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ આપી હતી.
15મી ગુજરાત વિધાનસભાનું પાંચમું સત્ર બુધવાર 21 ઓગસ્ટથી ત્રણ દિવસ માટે શરૂ થયું છે. આ સત્રના પ્રથમ દિવસે રજૂ થયેલા શોકદર્શક ઉલ્લેખોમાં ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના પૂર્વ રાજ્યપાલ સ્વ. ડૉ. કમલા બેનીવાલજી, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી બિપીનભાઈ શાહ તેમજ પૂર્વ સભ્યો સ્વ. શિવભદ્રસિંહ ગોહિલ, સ્વ. રત્નાભાઈ ઠુંમર, સ્વ. રામસિંહજી સોલંકી, સ્વ. નંદકિશોર દવે, સ્વ. ખુરશીદહૈદર પીરઝાદા, સ્વ. સામતભાઈ રાઠોડ અને સ્વ. કરશનભાઈ ઓડેદરાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ રાજ્યપાલ સ્વ. ડૉ. કમલા બેનીવાલે રાજ્યપાલ તરીકે રાજ્યના વિકાસમાં આપેલા યોગદાન અને માર્ગદર્શનની સરાહના કરી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ દિવંગત પૂર્વ ધારાસભ્યોની જાગતિક જન પ્રતિનિધિ તરીકેની સેવાઓને બિરદાવીને સૌ દિવંગત આત્માઓની પરમ શાંતિની પ્રભુ પ્રાર્થના કરી હતી.
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રીઓ તથા સત્તાપક્ષ અને પ્રતિપક્ષના ધારાસભ્યોએ પણ આ શોકદર્શક ઉલ્લેખોમાં જોડાઈને સૌ દિવંગત પૂર્વ સભ્યોને ભાવાંજલિ આપી હતી. સભાગૃહે આ સૌ પૂર્વ સ્વર્ગસ્થ સભ્યોના અવસાન અંગે બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.
-
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી










Click it and Unblock the Notifications
