મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠમાં પીએમનો મન કી બાદ કાર્યક્રમ નિળાહ્યો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના મન કી બાત ના ૯૯ માં હપ્તા નું જીવંત પ્રસારણ સાબરકાંઠા જિલ્લાના કાંકણોલ ના ગ્રામ જનો સાથે સહભાગી થઈને નિહાળ્યું હતું. મુખ્યમંત્રી રવિવારે સવારે કાંકણોલ પહોંચ્યા હતા અને સ્વામી નારાયણ મંદિર માં ગ્રામજનો સાથે બેસીને વડાપ્રધાનના મન કી બાત ના એપિસોડ નું જીવંત પ્રસારણ નિહાળવામાં ગ્રામ જનો સાથે જોડાયા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને પોતાની સાથે બેસીને મન કી બાત માં સહભાગી થતા જોઈ ને ગ્રામજનો મુખ્યમંત્રી ની સહજતા, મૃદુતા થી ભાવવિભોર થયા હતા અને ભારત માતા ના જયઘોષ થી સ્વાગત કર્યું હતું.
મન કી બાતના આ એપિસોડ માં વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ દેશવાસીઓને લોકોની સહાય માટે પોતાનું જીવન ન્યોચ્છાવર કરતા લોકો, અંગદાન, નારીશક્તિ, સ્વચ્છ ઊર્જા, એક ભારત શ્રેષ્ઠ ભારત, એકતા, ૧૭ થી ૩૦ એપ્રિલ દરમિયાન ગુજરાતમાં યોજાનાર સૌરાષ્ટ્ર - તમિલ સંગમ સંમેલન, કાશ્મીરના દલ તળાવમાં કમળકાકડીની ખેતી, કાશ્મીરના ડોડા જિલ્લામાં થતી લેવેન્ડરના ફૂલની ખેતી, કુપવડામાં માતા શારદાના નવનિર્મિત મંદીર વગેરે વિવિધ વિષયે વિસ્તૃત વાત કરી હતી.
આ અવસરે સાબરકાંઠા જિલ્લાના સાંસદ દીપસિંહ રાઠોડ, રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, ઇડર ધારાસભ્ય રમણલાલ વોરા, પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્યશ્રી અશ્વિન કોટવાલ, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા, પૂર્વ શિક્ષણમંત્રીશ્રી જયસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ ધીરજભાઈ પટેલ, નગરપાલીકા પ્રમુખ યતીનાબેન મોદી, મહિલા અગ્રણી કૌશલ્યા કુંવરબા વગેરે રાજકીય આગેવાનો પણ જોડાયા હતા.
કાંકણોલ ખાતે મન કી બાત નું પ્રસારણ જોવામાં પંચાયત અને ગ્રામ વિકાસ ના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, ગ્રામ વિકાસ કમિશનરશ્રી મિલિન્દ તોરવણે અને સચિવ શ્રી સંદિપ કુમાર સહિત જિલ્લા કલેકટર હિતેશ કોયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેન શાહ , જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
