મુખ્યમંત્રીએ વનબંધુ કલ્યાણ યોજનાની સમીક્ષા હાથ ધરી, 2021 થી 2023 સુધીના આંકડાઓ પર વિગતે જાણકારી મેળવી
ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોના સર્વગ્રાહી અને સમાવેશી વિકાસ માટે 2007 થી શરૂ થયેવી વનબંધુ કલ્યાણ યોજના-૧ માં રૂ. ૧ લાખ કરોડના ખર્ચ સાથે કરાયેલા માળખાકીય અને સામાજિક-આર્થિક વિકાસના વિવિધ કામો કરાય છે.
આ સફળતાના પગલે રાજ્ય સરકારે વનબંધુ કલ્યાણ યોજના-૨ને વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૬ દરમિયાન વધુ ૧ લાખ કરોડના પ્રાવધાન સાથે અમલમાં મૂકેલી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત યોજના સાથે સંકળાયેલા રાજ્ય સરકારના ૧૨ જેટલા વિભાગોના વરિષ્ઠ સચિવો સાથે આદિજાતિ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને રાજ્યમંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં શનિવારે સમગ્ર દિવસ દરમિયાન એક પછી એક બેઠક યોજી.
મુખ્યમંત્રીએ વનબંધુ કલ્યાણ યોજનાઓમાં જે ૧૦ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, તે અંગે સંબંધિત વિભાગોએ વર્ષ ૨૦૨૧થી ૨૦૨૩ સુધી કરેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી અને વર્ષ ૨૦૨૩-૨૪માં અત્યાર સુધી થયેલી કામગીરીની વિગતો મેળવી હતી અને ભવિષ્યના આયોજન અંગે સૂચનો આપ્યા હતા.












Click it and Unblock the Notifications
