ગુજરાતમાં યોજાનારી ૩૬મી નેશનલ ગેઇમ્સના આયોજનને આખરી ઓપ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતમાં યોજાનારી ૩૬મી નેશનલ ગેઇમ્સના આયોજનને આખરી ઓપ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં આગામી તા.ર૭મી સપ્ટેમ્બરથી યોજાઇ રહેલી ૩૬મી નેશનલ ગેઇમ્સના સફળ આયોજન માટે ઓર્ગેનાઇઝિંગ કમિટિની બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રમત-ગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા
૭ વર્ષના અંતરાલ બાદ યોજાઇ રહેલી આ ૩૬મી નેશનલ ગેઇમ્સનું યજમાન પદ ગુજરાતને મળ્યું છે તેનું ગૌરવ કરતાં મુખ્યમંત્રીએ દેશભરના ખેલાડીઓ માટે આ ગેઇમ્સ એક યાદગાર સંભારણું બની રહે તેવું સુદ્રઢ આયોજન સુનિશ્ચિત કરવા આ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.

દેશના ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અંદાજે ૮ હજાર ઉપરાંત ખેલાડીઓ આ નેશનલ ગેઇમ્સની વિવિધ ૩૬ રમતોમાં પોતાનું ખેલ કૌશલ્ય ઝળકાવવાના છે. ગુજરાતના ૬ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર અને ગાંધીનગરમાં આ રમતોત્સવની વિવિધ સ્પર્ધાઓ યોજાશે.
આ મહાનગરોમાં કુલ મળીને ૧૭ જેટલા સ્થળોએ વિવિધ ૩૬ રમતોનું આયોજન સુચારૂ રીતે પાર પડે તે માટે મુખ્ય સચિવ પંકજકુમારના નેતૃત્વમાં નેશનલ ગેઇમ્સ એક્ઝિકયુટીવ કમિટિની રચના કરવામાં આવેલી છે.
આ ઉપરાંત ૬ મહાનગરોમાં પણ સિટી કમિટિની જવાબદારી સચિવ કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવી છે.
જેમાં અમદાવાદ માટે શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશકુમાર, સુરત માટે જી.આઇ.ડી.સી.ના એમ.ડી થેન્નારસન, ભાવનગર માટે એસ.ટી. નિગમના એમ.ડી. ગાંધી, રાજકોટ માટે ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા, વડોદરા માટે જી.યુ.વિ.એન.એલ ના એમ.ડી શિવહરે અને ગાંધીનગર માટે કમિશનર મ્યુનિસિપાલીટીઝ એડ્મીનીસ્ટ્રેશન રાજકુમાર બેનિવાલ જવાબદારી સંભાળશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તા. ર૭મી સપ્ટેમ્બરે આ નેશનલ ગેઇમ્સનો ભવ્ય ઉદઘાટન સમારોહ દોઢ લાખ જેટલા રમતપ્રેમીઓ, ખ્યાતનામ ખેલાડીઓની ઉપસ્થિતીમાં યોજાવાનો છે તેના તલસ્પર્શી આયોજનની પણ વિસ્તૃત ચર્ચા-વિચારણા આ બેઠકમાં હાથ ધરવામાં આવી હતી. રમતોત્સવનું સમાપન સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં તા. ૧રમી ઓક્ટોબરે કરાશે.
રમત-ગમત અગ્ર સચિવ અશ્વિનીકુમારે આ બેઠકમાં જણાવ્યું કે, નેશનલ ગેઇમ્સ માટે રાજ્યભરમાં ઉત્સાહ-ઉમંગનું વાતાવરણ વધુ ઊજાગર કરવાનું પણ સુગ્રથિત આયોજન કરવામાં આવેલું છે.
તદઅનુસાર, તા.૧ર થી ૧૬ સપ્ટેમ્બર દરમ્યાન શાળા-કોલેજોમાં એક્ટિવેશન, ૬ શહેરોમાં તા. ૧પ થી રપ સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટસ કાર્નિવલ તેમજ તા. રર થી ર૯ સપ્ટેમ્બર દરમ્યાન મેસ્કોટ રેલી યોજવામાં આવશે.
આ નેશનલ ગેઇમ્સ સાથોસાથ આદ્યશક્તિની આરાધનાનું પર્વ અને ગુજરાતની વૈશ્વિક ઓળખ નવરાત્રિ પણ આવી રહિ છે તે સુભગ સમન્વય છે. દેશના રાજ્યોના ખેલાડીઓ ગુજરાતની ગરબા-રાસની આ ભાતીગળ સંસ્કૃતિ પણ રમતોત્સવ સાથે માણી શકે તેવા આયોજન અંગે પણ બેઠકમાં વિચાર-વિમર્શ કરાયો હતો.
આ નેશનલ ગેઇમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓ સાથે રિયલ ટાઇમ કોમ્યુનિકેશન, આવાસ-ભોજન, વાહન વ્યવહારની માહિતી, ખેલાડીઓની પ્રોફાઇલ અપડેટ અને પરિણામોના રિયલ ટાઇમ અપડેટ માટે ગેઇમ્સ મેનેજમેન્ટ સિસ્ટમ અન્વયે વેબસાઇટ અને એપ લોંચ કરવામાં આવેલા છે તેમ પણ આ બેઠકમાં જણાવાયું હતું.
મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઊર્જા, નાણાં, રમત-ગમત વિભાગના અગ્ર સચિવઓ, પ્રવાસન સચિવ તથા એસ.ટી.નિગમ, જી.આઇ.ડી.સી, જી.યુ.ડી.એમ ના મેનેજિંગ ડિરેકટરઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડીયા, ઇન્ડીયન ઓલિમ્પીક એસોસિયેશન તથા ગુજરાત સ્ટેટ ઓલિમ્પીક એસોસિએશનના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
