વિકાસથી વંચિત છોટાઉદેપુર જિલ્લો, 7 વર્ષથી મરામત ઝંખતો હરીપુરા કોઝવે!
ગુજરાતમાં વિકાસની વાતો વચ્ચે કેટલાક એવા દ્રશ્યો છે જે વિકાસની આ મોટી મોટી વાતોની હવા કાઢવા માટે પુરતા છે. એક તરફ શહેરો દેખાડીને વિકાસની પરિભાષા નક્કી કરવામાં આવી રહી છે ત્યારે હવે ગામડાઓ તરફ પર નજર દોડાવવા જેવું છે.
ગુજરાતમાં વિકાસની વાતો વચ્ચે કેટલાક એવા દ્રશ્યો છે જે વિકાસની આ મોટી મોટી વાતોની હવા કાઢવા માટે પુરતા છે. એક તરફ શહેરો દેખાડીને વિકાસની પરિભાષા નક્કી કરવામાં આવી રહી છે ત્યારે હવે ગામડાઓ તરફ પર નજર દોડાવવા જેવું છે. ગુજરાતના પછાત જિલ્લાઓમાં આજે પણ લોકો પાયાની સુવિધાઓ માટે ઝંખી રહ્યાં છે. આવા જ દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લામાં જોવા મળી રહ્યાં છે.

ગુજરાતનો આદિવાસી જિલ્લો ગણાતો છોટાઉદેપુર જિલ્લો આમ તો ત્યાંની લોક સંસ્કૃૃતિ અને મેળાઓ માટે પ્રવાસનનું કેન્દ્ર છે. બીજી તરફ આ જ જિલ્લામાંથી કેટલાક એવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે જે વિકાસની પરિભાષાને ફરીથી પરિભાષિત કરવા માટે મજબુર કરે છે.
આપણે વાત કરી રહ્યાં છીએ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હરિપુરા ગામની. ગુજરાતના પછાત ગણાતા તાલુકામાં આવેલા અંતરિયાળ ગામમાં આજે પણ લોકોને આવવા જવા માટે સારો રસ્તો નથી. આ ગામમાંથી બહાર આવવા-જવા ત્યાંથી પસાર થતી અશ્વિની નદી ઓળંગવી ફરજીયાત છે. ગામ લોકોની કરમની કઠણાઈ એ છે કે આ નદી પર કોઝ વેની મરામત ન થતી હોવાથી તેઓ છેલ્લા સાત વર્ષથી પગપાળા ચાલીને જઈ રહ્યાં છે. રાજ્ય સરકાર ગમે તેવા મોટા દાવાઓ કરતી હોય પણ છેલ્લા સાત વર્ષથી અહીંના સ્થાનિકોની વાત સાંભળવા કોઈ તૈયાર નથી.
ટીવી 9 ના અહેવાલ મુજબ, આ નદીમાંથી પસાર થતો કોઝ વે ગામને બાકી દુનિયા સાથે જોડતો મુખ્ય રસ્તો છે. જેના કારણે હવે આ રસ્તો તુટી જતા સ્થાનિકો પગપાળા ચાલીને જવા મજબુર બન્યા છે. આલમ એ છે કે આ રસ્તો તુટી જતા હવે કોઈ વાહન ત્યાંથી પસાર થઈ શકતા નથી. આ સ્થિતીમાં સ્થાનિકો માટે બહાર જવા માટે પગપાળા સિવાય કોઈ રસ્તો બચતો નથી.
સ્થાનિકો મુજબ આ રસ્તો વર્ષો પહેલા બન્યો હતો અને વરસાદમાં તેનું ધોવાણ થતા કોઈ તેની સુધ લેવા તૈયાર નથી. આ બાબતે સ્થાનિકો અવાર નવાર તંત્રને રજુઆત કરી ચુક્યાં છે. અગાઉ આ કોઝ વે પાર કરતા બે લોકો તણાયા હતા અને તેમના મૃત્યુ થયા હતા. આ કરૂણાંતિકા છત્તા પણ તંત્રની હજુ આંખ ખુલ્લી નથી. હવે સ્થિતી એ છે કે અભ્યાસ અર્થે બહાર જતા ગામના બાળકો માટે મોત મંડરાઈ રહ્યું હોય એવી સ્થિતી છે. ગામમાં કોઈ ગંભીર અકસ્માતની સ્થિતીમાં 108 પણ આવી શકતી નથી. હવે જોવાનું એ રહે છે કે સરકાર આ બાબતે ક્યારે કોઈ પગલા ભરે છેે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
