ગુજરાતની ચૂંટણીમાં ભાજપના યુવા મોર્ચાનો મહત્વનો ફાળો: તેજસ્વી સૂર્યા
ભાજપના યુવા નેતા તેજસ્વી સૂર્યા આજે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જેમા તેમના દ્વારા ગુજરાતમાં ભાજપની જીત માટે યુવા નેતૃત્વને મહત્વનો ભાગ હોવાનો જણાવ્યુ હતુ. આ સાથે જ તેમણે રાજ્યની જનતાનો પણ આભાર માન્ય હતો.
ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસીક જીત બદલ ગુજરાતની જનતાનો આભાર.ગુજરાતની જનતાએ ફરી દેશના યશસ્વી વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી અને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખ્યો છે. ગુજરાત વિઘાનસભાની આ ભવ્ય જીતની અસર કર્ણાટક,રાજસ્થાન ,મધ્યપ્રદેશની તેમજ આવનાર લોકસભા 2024ની ચૂંટણીમા પણ અસર થશે. આ ચૂંટણીમાં યુવા મોરચાએ પણ ભવ્ય જીતની ગાથામાં મહત્વનો ફાળો આપ્યો છે તે બદલ યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાંત કોરાટ અને કાર્યકરોનો ખૂબ આભાર કે તેમણે સતત એક વર્ષ વિવિધ કાર્યક્રમો થકી ગુજરાતના યુવાનો સમક્ષ પાર્ટીનો સંદેશો પહોંચાડવામા યોગદાન આપ્યું છે.

સુર્યકુમારે સુશાસન યાત્રા અંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં યુવા મોરચા દ્વારા એક વર્ષથી દેશભરમાં ભાજપ સાશિત રાજયોમાં થયેલા વિકાસના કાર્યો અંગે માહિતી મેળવા સુશાન યાત્રા નિકાળવમાં આવી છે. આ યાત્રા થકી ભાજપ સાશિત પ્રદેશોમાં બે કે ત્રણ દિવસ દરમિયાન એજ્યુકેશન, હેલ્થ, ફાઇનાન્સ સહિત વિવિધ કાર્યોનો તાગ કાર્યોકરો કરે તે માટે આ યાત્રા દેશભરમાં નિકાળવામાં આવી છે. આ યાત્રામાં દેશના દરેક રાજયોમાંથી અને પ્રદેશ સ્તરના એમ 50 જેટલા કાર્યકરોની એક ટીમ બનાવવામાં આવી છે. ગત એક વર્ષથી આશરે 9 સુસાશન યાત્રા દેશના વિવિધ રાજયોમાં પુરી થઇ છે આજથી ગુજરાતમાં સુશાસન યાત્રા શરૂ થઇ છે.
સુર્યકુમારજીએ વધુ જણાવ્યું કે, આવનાર બે દિવસમાં સુશાન યાત્રા અંતર્ગત બે દિવસમાં અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતમાં ભાજપ સરકારમાં જે રીતે વિવિધ મોડલલક્ષી વિકાસના કાર્યો થયા છે તેને યુવા મોરચાના કાર્યકરો માહિતી એકત્ર કરી તેમજના પ્રદેશમાં વિકાસના કાર્યોની માહિતી પ્રદેશના કાર્યકરો અને મીડિયાને આપશે. પાછલા 30 વર્ષમાં ગુજરાત સુશાનની લેબોરેટરી બન્યું છે. ગુજરાતમાં દરેક ક્ષેત્રે વિકાસ થયો છે તે માટે ગુજરાત રાજય આજે દેશ માટે એક આદર્શ રાજય બન્યું છે. સુશાન યાત્રા દરમિયાન ઇફ્કો,ગીફટ સીટી, રેલ્વે સ્ટેશન, વિદ્યા સમિક્ષા કેન્દ્ર,ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી તેમજ પ્રમુખ સ્વામિ શતાબ્દી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમમા સ્વયંસેવક અને સંતો સાથે આયોજન અંગે માહિતી લેવામાં આવશે તેમજ સેવાકીય કાર્યોમાં પણ ભાગ લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
