રાજ્યમાં સોસાયટી, જાહેર ઇમારતો અને કોમર્શિયલ બિલ્ડીંગમાં CCTV લગાવાશે

ગુજરાતમાં હવે રાજ્ય સરકાર દ્વારા CCTV અંગેની નવી નીતિ ઘડવામાં આવી રહી છે. આ નીતિ અંતર્ગત તમામ જાહેર સ્થળો પર આવેલી કોમર્શિયલ બિલ્ડિંગ્સ અને સોસાયટીઓમાં વધારાના CCTV મૂકવામાં આવશે.

ગુજરાતમાં હવે રાજ્ય સરકાર દ્વારા CCTV અંગેની નવી નીતિ ઘડવામાં આવી રહી છે. આ નીતિ અંતર્ગત તમામ જાહેર સ્થળો પર આવેલી કોમર્શિયલ બિલ્ડિંગ્સ અને સોસાયટીઓમાં વધારાના CCTV મૂકવામાં આવશે, જે પણ સ્થોળો એ 200 થી વધુ લોકોની અવરજવર રહેતી હશે, તેવા સ્થળોના CCTV માટેનો એક સેન્ટ્રલ કમાન્ડ જે તે પોલીસ મથકમાં રહેશે.

cctv

આ સેન્ટ્રલ કમાન્ડ તેનો ડેટા અને ફુટેજ પણ શેર કરી શકશે. આ ઈન્સ્ટોલેશન અને ડેટા શેરિંગ પોલિસી માટે કર્ણાટકમાં લાગૂ કરવામાં આવેલી પેટર્ન મુજબનું બીલ વિધાનસભાના બજેટ સત્રમાં રજૂ કરાશે.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કડક અમલવારી સાથે ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરવા માટે સરકાર વિવિધ નીતિ નિયમો બનાવી રહી છે. જેમાં રાજ્યમાં ગુનાઓ ઉકેલવા CCTV ફૂટેજ મોટી ભૂમિકા ભજવે છે. જે કારણે સરકાર આ નેટવર્કને વધુ મજબૂત બનાવવા માગે છે. વર્તમાન રાજ્ય સરકારે સ્થાનિક પોલીસ તંત્રના કમાન્ડ હેઠળ EYE WAY પ્રોજેક્ટ મોટા શહેરોમાં અમલી બનાવી દીધા છે અને તેનો એક કંટ્રોલ રૂમ પણ પોલીસ મથકમાં છે.

જેના પરથી સમગ્ર શહેરની પરીસ્થિતિ પર નજર રહે છે. હવે રાજ્ય સરકારે આ નેટવર્કને વધુ મજબૂત બનાવવાની કવાયત હાથ ધરી છે. ખાસ કરીને ગૃહ વિભાગ ઈચ્છે છે કે, જાહેર ઈમારતો, સોસાયટીઓના CCTV ના રિયલ ટાઈમ ફૂટેજ પોલીસને ઉપલબ્ધ રહે, જેની સમગ્ર શહેરની પરીસ્થિતિ પર એક કમાન્ડ જેવી સ્થિતિ નજીકમાં આવેલા પોલીસ સ્ટેશન કે પોલીસના સેન્ટ્રલ કમાન્ડમાં રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X