વાવ વિધાનસભા બેઠક પર મજબૂત દાવેદાર કોણ? ભાજપ કે કોંગ્રેસ?
ગેનીબેન ઠાકોર લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાઈને કોંગ્રેસના એકમાત્ર સાંસદ સંસદભવન સુધી પહોંચ્યાં હતાં, જેને લઈ ગેનીબેન ઠાકોરની વિધાનસભા સીટ વાવ ખાલી થઇ હતી. હવે આગામી 13 નવેમ્બરે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની સાથે જ વાવ બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે.
ગત 25 ઓક્ટોબર નોમિનેશન માટેની અંતિમ તારીખ હતી. ત્યારે વાવ બેઠક પર ગતરોજ કૂલ 21 દાવેદારોએ નામાંકનપત્ર ભર્યું હતું. નામાંકન પત્ર પાછાં ખેચવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર હોય અમુક નામાંકન પાછાં ખેંચાય જાય તો નવાય નહીં.

ઉલ્લેખનીય છે કે ભાજપ અને કોંગ્રેસએ અંતિમ ક્ષણ સુધી પોતાના ઉમેદવારોના નામ ગુપ્ત રાખ્યાં હતાં, પાર્ટીની અંદર ઉદ્ભવતા વિવાદને ટાળવા માટે નામ ગુપ્ત રખાયાં હોય શખે છે. પરંતુ સવાલ હવે એ છે કે વાવ વિધાનસભા બેઠક પર કોણ વધુ મજબુત દાવેદાર છે? શું કોંગ્રેસ આ બેઠક જીતી શકશે કે પછી ભાજપ આ બેઠક જીતશે? ભાજપે સ્વરૂપ ઠાકોરને વાવ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
જો વાવ બેઠકના ઈતિહાસ પર નજર ફેરવીએ તો ભાજપ માટે વાવ બેઠક જીતવી થોડી અઘરી છે, વાવ વિધાનસભાની રચના થઇ ત્યારથી જ કોંગ્રેસની પકડ આ બેઠક પર મજબૂત રહી છે. 1985માં પહેલીવાર આ બેઠક પર વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી ત્યારે કોંગ્રેસના પરબતભાઈ પટેલ પહેલીવાર આ બેઠક પરથી ચૂંટણી જીતી વિધાનસભા ભવન પહોંચ્યા હતા.
અત્યાર સુધીમાં કોંગ્રેસ કૂલ 5 વખત વાવ વિધાનસભા બેઠક જીતી ચૂકી છે જ્યારે ભાજપ માત્ર 2 વખત જ વાવ બેઠક જીતી શક્યું છે. 2007માં શામ-દામ-દંડ-ભેદનો ઉપયોગ કરી કોંગ્રેસના પરબતભાઈ પટેલને ભાજપમાં ભેળવી લેવાયા હતા અને સીધી તેમને વાવ બેઠકની ટિકિટ આપવામાં આવી હતી ત્યારે પહેલીવાર પરબતભાઈ પટેલે ભાજપને આ સીટ પર ભગવો લહેરાવવામાં મદદ કરી હતી. એ પછી 2012માં શંકર ચૌધરી ભાજપની ટિકિટ પરથી આ બેઠક જીત્યા હતા પરંતુ તે પછી ક્યારેય ભાજપ વાવ બેઠક પર વાપસી કરી શક્યા નથી. 2017 અને 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર વાવ બેઠક પરથી ચૂંટાઈ આવ્યાં હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
