સાપુતારામાં BSF ના વાહનનો અકસ્માત, 3 જવાન ઘાયલ
ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ પર સેનાના એક વાહનનો ગંભીર અકસ્માત થયો હતો, જેમાં ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં ઘાયલ થયેલા જવાનોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, આ અકસ્માત ડાંગના સાપુતારા-શામગહાન ઘાટના એક કપરા વળાંક પર બન્યો હતો. ભારતીય સીમા સુરક્ષા દળ (BSF)ની એક ટ્રક મહારાષ્ટ્રના નાશિકથી રાજસ્થાનના જોધપુર બોર્ડર તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માતનો ભોગ બની હતી.
ટ્રકમાં કુલ તેર જવાનો સવાર હતા. ઘાટના ઢોળાવ પરથી નીચે ઉતરતી વખતે ચાલકે સ્ટીઅરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ટ્રક રસ્તા પર જ પલટી ખાઈ ગઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ ત્રણ જવાનોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતની જાણ થતા જ ડાંગ જિલ્લા પોલીસ દળ અને સ્થાનિક નાગરિકો ત્વરિત મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે ટ્રકમાં ફસાયેલા તમામ જવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ, ઇજાગ્રસ્ત જવાનોને વધુ ઉપચાર માટે આહવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અકસ્માતગ્રસ્ત વાહનમાં સંરક્ષણ સંબંધિત સંવેદનશીલ સાધનો હોવાથી, સ્થાનિક વહીવટીતંત્ર અને સેના દ્વારા તાત્કાલિક સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે અન્ય જવાનો અને પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી સંરક્ષણ સામગ્રીની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. હાલ ઈજાગ્રસ્ત જવાનોની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
