કચ્છ નજીક સરહદેથી BSFએ 15 પાકિસ્તાની માછીમારોને ઝડપ્યા
બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSF એ કચ્છ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીકથી 15 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા છે. આ માછીમારો પાસેથી એન્જિનવાળી એક બોટ પણ જપ્ત કરવામાં આવી છે.
BSFના અધિકારીઓના જણાવ્યા મુજબ, એક શંકાસ્પદ બોટ અંગે ચોક્કસ માહિતી મળતાં 68મી બટાલિયનના જવાનોએ શનિવારે કોરી ક્રીક વિસ્તારમાં એક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

આ ઓપરેશન દરમિયાન સિંધ પ્રાંતના સુજાવાલ જિલ્લાના આ 15 માછીમારોને તેમની બોટ સાથે પકડવામાં આવ્યા છે.
બોટની તપાસ કરતાં તેમાંથી લગભગ 60 કિલોગ્રામ માછલી, નવ માછલી પકડવાની જાળ, ડીઝલ, ખાવા-પીવાની સામગ્રી, બરફ, લાકડીઓ, એક મોબાઇલ ફોન અને પાકિસ્તાની ચલણના 200 રૂપિયા મળી આવ્યા હતા. ઝડપાયેલા માછીમારોને વધુ તપાસ માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, આ પહેલી ઘટના નથી જ્યારે પાકિસ્તાની માછીમારો ઝડપાયા હોય. આ પહેલા પણ ઘણી વખત પાકિસ્તાની માછીમારો ઘુસણખોરી કરતા પકડાયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
