અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 103 માં અંગદાનમાં હ્યદય, બે કિડની અને લીવરુન દાન મળ્યુ
મૂળ ઉત્તર પ્રદેશના અને અમદાવાદના મીરજાપુર વિસ્તારમાં રહેતા મનોજ પ્રજાપતિને તારીખ ૯ એપ્રિલના રોજ સવારે બ્રેઇન હેમરેજ થતા તેઓને સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બે દિવસની સઘન સારવાર બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા તેમને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યાં બાદ સિવિલની SOTTOની ટીમ દ્વારા તેમના પરિવારજનોને અંગદાન અંગેની સમજૂતી આપવામાં આવી. અંગદાન એ ઉત્તમ કાર્ય અને પ્રવર્તમાન સમયમાં મહાદાન હોવા ના ભાવ જણાતા તેમના માતૃશ્રી તેમજ પરિજનોએ અંગદાન કરવાની સહર્ષ સંમતિ આપી.
પરિવારજનો દ્વારા સત્વરે અંગદાનની સંમતિ મળતા હોસ્પિટલના તબીબો દ્વારા બ્રેઇનડેડ મનોજભાઈને રીટ્રાઇવલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા .આ રીટ્રાઇવલ સેન્ટરમાં આઠ થી દસ કલાકની ભારે જેહમતના અંતે હૃદય, બે કિડની અને એક લીવરનું દાન મળ્યુ.
અંગદાનમાં મળેલ આ તમામ અંગોને સિવિલ મેડીસીટી કેમ્પસની જ હોસ્પિટલમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરીને નવજીવન બક્ષવામા સફળતા મળી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ રાકેશ જોશી સમગ્ર વિગતો આપતા જણાવે છે કે , મૂળ ઉત્તર પ્રદેશના અને અમદાવાદમાં રોજગાર અર્થે વસેલા મનોજભાઈ પ્રજાપતિના પરિવારજનોએ માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં આજે અંગદાનનો જન હિતલક્ષી નિર્ણય કર્યો છે.આ નિર્ણય સમાજના અનેક લોકો માટે પ્રેરણાદાયી સાબિત થશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞના પરિણામે અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં 103 અંગદાન થયા છે. જેમાં કુલ મળેલા 335 અંગો થકી 310 જરૂરિયાત મંદોને નવજીવન બક્ષવામાં સફળતા મળી છે..
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
