ભૂપત ભાયાણીના રાજીનામા બાદ બોટાદના ધારાસભ્યે ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ
Botad MLA Umesh Makwana: વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દેતા, હવે વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્ય જ રહ્યા છે. આ સાથે આમ આદમી પાર્ટીના બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા રાજીનામું આપે તેવી અટકળો મીડિયામાં વહેતી થઇ છે.
આ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામું આપવા બાબતે પ્રતિક્રિયા આપી છે.

આ અંગે ઉમેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ભાજપની સરકાર દ્વારા આપના ધારાસભ્યોને ખોટા કેસો કરી દબાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોવાના કારણે ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હોવાની શક્યતા છે.
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે, મારા રાજીનામાની ચર્ચા માત્ર અફવા છે, હું પાંચ વર્ષ સુધી આપમા જ રહેવાનો છું. અમે ચારેય આપના ધારાસભ્યો પક્ષમાં જ રહેવાના છીએ.
ઉલ્લેખનીય છે કે, ગઢડા તાલુકાનાં જનડા ગામે માંગલિક પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. જે દરમિયાન તેમના દ્વારા આ પ્રતિક્રિયા આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, તેમનો ધારાસભ્ય તરીકેનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે, તેથી તેમની સંપત્તિની ACB દ્વારા તપાસ કરવામાં આવે અને તેની માહિતી સરકારી વેબસાઇટ પર જાહેર કરવામાં આવે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
