પુન: મતદાનમાં 70થી 80 ટકા મતદાન નોંધાયું

ખરાખરીના જંગવાળી ભાવનગર ગ્રામ્ય બેઠક કે જ્યાં કોંગ્રેસના ટોચના પ્રદેશ નેતા શક્તિસિંહ ગોહિલના અને રૂ. 400 કરોડના માછલાં કૌભાંડના આરોપી પ્રધાન પરસોતમ સોલંકીના ભવિષ્યનો ફેંસલો થવાનો છે, ત્યાં મતદાન સ્થળ કમળેજ-3ના બૂથ નં. 69 ઉપર 78.81 ટકા જેટલું ઊંચુ મતદાન રવિવારે નોંધાયું હતું.
જ્યારે જામનગર જિલ્લાની જામજોધપુર બેઠકના મતદાન સ્થળ કોટડાના બૂથ નં. 169 ખાતે સૌથી વધુ 80.38 ટકા મતદારોના વોટ ફેરમતદાનમાં પડયા હતા.
સુરત ઉત્તર બેઠકના મતદાન સ્થળ કતારગામના બૂથ નં. 27 ખાતે 69.98 ટકા મતદાન નોંધાયું હતું. આ ત્રણે મતદાન બૂથો ઉપર ગત ગુરૃવારે પ્રથમવાર મતદાન થયું ત્યારે સવારે થયેલા મોક વોટિંગના માટે ઈવીએમમાંથી રદ થઇ શક્યા નહોતા, જેને કારણે કેન્દ્રીય ઓબ્ઝર્વર્સ દ્વારા થયેલા રિપોર્ટના આધારે રવિવારે પુન:મતદાન યોજાયું હતું.












Click it and Unblock the Notifications
