ગુજરાતની ૩૪ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અમદાવાદ-વડોદરા પોલીસ એક્શનમાં
સોમવારની વહેલી સવારે ગુજરાતના બે મોટા શહેરો અમદાવાદ અને વડોદરાની શાળાઓમાં ખળભળાટ મચી ગયો હતો. અજાણ્યા સ્ત્રોત દ્વારા કુલ ૩૪ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈ-મેઈલ મળતા તંત્ર સતર્ક બન્યું છે.
ઘટનાની ગંભીરતાને જોતા શાળાઓમાં તાત્કાલિક રજા જાહેર કરી દેવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડાયા હતા. પોલીસ કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ દરેક કેમ્પસમાં સઘન તપાસ શરૂ કરી છે.

ધમકીભર્યા મેઈલમાં શાળાઓની સાથે બસોમાં પણ બોમ્બ હોવાનો ભયાનક ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આથી સુરક્ષા એજન્સીઓએ સ્કૂલ બસ અને વાનનું પણ બારીકાઈથી ચેકિંગ હાથ ધરી સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે.
વડોદરાની કુલ ૧૮ નામાંકિત શાળાઓને નિશાન બનાવીને આ ધમકી મોકલવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં ડી. આર. અમીન, બરોડા હાઈસ્કૂલ, બ્રાઈટ અને આત્મીય જેવી શાળાઓમાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.
આ સાથે જ અમદાવાદની ૧૬ શાળાઓને પણ આવા જ પ્રકારના ધમકીભર્યા ઈ-મેઈલ મળતા વાલીઓમાં ભારે ફાળ પડી છે. શહેરની ડીએવી, એશિયા, સંત કબીર અને સીએન વિદ્યાલય જેવી શાળાઓમાં પોલીસ સુરક્ષા વધારી દેવાઈ છે.
પ્રાથમિક તપાસ મુજબ તમામ ઈ-મેઈલ એક જ સમાન પેટર્નથી મોકલવામાં આવ્યા હોવાનું પોલીસનું અનુમાન છે. મેઈલમાં દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીને લઈને પણ વાંધાજનક લખાણ લખવામાં આવ્યું હોવાની વિગતો છે.
આ મેઈલમાં "ગુજરાત ખાલિસ્તાન બનશે" જેવા ઉશ્કેરણીજનક શબ્દોનો પ્રયોગ કરી આતંક ફેલાવવાનો પ્રયાસ કરાયો છે. ભૂતકાળમાં પણ આ પ્રકારની અનેક નકલી ધમકીઓ મળી હોવાથી પોલીસ સાયબર એંગલથી તપાસ કરી રહી છે.
તંત્ર દ્વારા વાલીઓને ગભરાવાની જરૂર નથી તેવી અપીલ કરવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવાઈ છે. હાલમાં આ ધમકી પાછળ કયા અસામાજિક તત્વોનો હાથ છે તે જાણવા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
