ચૂટણી પંચની અનોખી પહેલ, દેશના ભરના એક સાથે10 લાખ બૂથ કક્ષાના ઓફિસર્સનો સંપર્ક શક્ય
ભારતમાં મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓ માટે સંકલ્પબદ્ધ ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને વધુ સરળ બનાવવાના પ્રયાસો કરવામાં આવે છે. જેના ભાગરૂપે દિલ્હી ખાતેથી ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર દ્વ
ભારતમાં મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓ માટે સંકલ્પબદ્ધ ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને વધુ સરળ બનાવવાના પ્રયાસો કરવામાં આવે છે. જેના ભાગરૂપે દિલ્હી ખાતેથી ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર દ્વારા BLO ઈ-પત્રિકાનું વર્ચ્યુઅલ વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડે, ભારતના ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓ તથા વિવિધ રાજ્યોના મુખ્ય નિર્વાચન અધિકારીઓ અને બુથ લેવલ ઑફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર ખાતેથી ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી મતી પી.ભારતી, અધિક મુખ્ય નિર્વાચન અધિકારી આર.કે. પટેલ, સંયુક્ત નિયામક મનિષ પંડ્યા, અધિક કલેક્ટર રિન્કેશ પટેલ તથા રાજ્યના વિવિધ જિલ્લાઓના બુથ લેવલ ઑફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા.
દિલ્હી ખાતેથી BLO પત્રિકાના વિમોચન કાર્યક્રમમાં ચૂંટણી પંચના સિનિયર ડેપ્યુટી ઈલેક્શન કમિશનર ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું કે, અલગ અલગ સ્કેલ અને ડાયવર્સિટીને સમાવતી આ ઈ-પત્રિકા દેશભરમાં કાર્યરત બુથ લેવલ ઑફિસર્સને એક પ્લેટફોર્મ પર લાવવાનું મહત્વનું પ્લેટફોર્મ સાબિત થશે.
આ પ્રસંગે દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત દિલ્હી, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન ઉપરાંત વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા મેઘાલય, તમિલનાડુ, હિમાલચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાતના બુથ લેવલ ઑફિસર્સ દ્વારા ભારતના ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ કામગીરી દરમ્યાનના પોતાના અનુભવો તથા પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.
પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતાં વડોદરાની માંજલપુર વિધાનસભા મતવિસ્તારના BLO સુ સુહાસિની પટેલે જણાવ્યું કે, મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત શહેરી વિસ્તારમાં આવેલી સોસાયટીઓના પ્રમુખ તથા હોદ્દેદારોનો સંપર્ક મદદરૂપ સાબિત થયો. સોસાયટીઓના વૉટ્સઍપ ગૃપમાં સામેલ થઈ મતદારયાદી સુધારણા, વૉટર્સ હેલ્પલાઈન ઍપનો ઉપયોગ અને PwD મતદારોને મળતી સુવિધાઓ સહિતની જાણકારી અને માર્ગદર્શન આપવાના કારણે કામગીરી વધુ સરળતાથી થઈ શકી. BLOએ ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની સુચના અનુસાર ૮૦ વર્ષ કે તેથી વધુ ઉમર ધરાવતા વરિષ્ઠ મતદારોને કૃતજ્ઞતા પત્ર અર્પણ કર્યાની કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ઈલેક્શન કમિશનર અનુપ ચંદ્ર પાંડેએ જણાવ્યું હતું કે, આ પત્રિકા પેપરલેસ છે, જેના કારણે તેનો વ્યાપ વધશે. આ થ્રી વે કમ્યુનિકેશન છે. જેમાં BLO માટે ચૂંટણી પંચના આદેશોનો ઉલ્લેખ હશે, સાફલ્ય ગાથાઓ અને ફિડબેક માટેનું પ્લેટફોર્મ પણ છે તથા દેશના વિવિધ ભાગોમાં કામગીરી દરમ્યાન સર્જાતી સમસ્યાઓને BLOએ કઈ રીતે હલ કરી તેનો પણ ઉલ્લેખ હશે જે અન્ય BLO શીખી શકશે એટલે કે આ ઈન્ટરલર્નિંગ પ્લેટફોર્મ પણ છે. પ્રાદેશિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ થનાર આ ઈ-પત્રિકા રિસીવ, ટ્રાન્સમીટ, ઈન્ટરએક્ટ અને રિસ્પોન્ડ જેવા મહત્વના પાસાઓને સમાવી લે છે.
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં BLO સાથે સીધો સંવાદ કરવાની તક મળી તે મારા માટે આનંદની ક્ષણ છે. BLO એ પાયાના પથ્થર છે, જેમના પર આ આખી લોકતાંત્રિક પ્રક્રિયા ટકેલી છે એમ કહી શકાય. ભારતના બંધારણ "We the People" થી શરૂ થાય છે અને આ 'લોકો' ને એક સાથે કનેક્ટ કરવાનું કામ BLO કરે છે. અનેક મુશ્કેલીઓ અને પડકારો વચ્ચે પણ દેશના દરેક ખૂણે એકસરખી કાર્યપ્રણાલીથી કામગીરી થઈ રહી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે વધુમાં જણાવ્યું કે, ચૂંટણી પંચનું ફોકસ નાન્યતર જાતિના લોકો, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારો પર છે. સમાજમાં તેમની સાથે થઈ રહેલો વ્યવહાર કે તેમના પ્રત્યેનું વલણ આપણે જાણીએ છીએ. તેમને તમારા થકી સન્માન અને સહકાર મળે તે જોવાની ફરજ પણ તમારી છે. ઉપરાંત સમય સાથે ટેક્નોલોજીમાં થઈ રહેલા પરિવર્તનને અનુરૂપ થવા તમારા વિસ્તારનો ડેટાબેઝ મહત્વપૂર્ણ સાબિત થશે. વિવિધ એપ્લિકેશન્સમાં પણ જરૂરી સુધારા કરવામાં આવી રહ્યા છે જે BLOની કામગીરીને વધુ સરળ બનાવશે.
આવનારા દિવસોમાં BLO ઈ-પત્રિકા થકી સંવાદ વધુ સઘન બનશે તેમ જણાવી મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણી પ્રક્રિયાને ન્યાયીક, પારદર્શક અને સમાવેશી બનાવી લોકશાહીને વધુ મજબૂત કરવા નિષ્ઠાપૂર્ણ યોગદાન અવિરત રહે તેવી અપીલ કરી હતી.
ભારતના ચૂંટણી પંચના "એક પણ મતદાર બાકી ન રહી જાય"ના સુત્રને સાર્થક કરવા પોતાના વિસ્તારના મતદાર તરીકેની લાયકાત ધરાવતા પ્રત્યેક નાગરિકને મતાધિકારના એક તાંતણે બાંધનાર અને Foot Soldiers of Democracy એવા બુથ લેવલ ઑફિસર્સની કામગીરીને બિરદાવવા અને તેમને વધુ સારી કામગીરી માટે પ્રેરીત કરવા ભારતના ચૂંટણી પંચ દ્વારા દર બે મહિને BLO ઈ-પત્રિકા સંપાદિત કરાશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
