ગુજરાત BJP ધારાસભ્ય કેતન ઈનામદારે આપ્યુ રાજીનામુ, સરકાર પર લગાવ્યો આરોપ
ભાજપ ધારાસભ્ય કેતન ઈનામદારે જનતાના કામ ન થવા તેમજ ઉપેક્ષાથી કંટાળીને બુધવારે ધારાસભ્ય પદેથી રાજીનામુ સોંપી દીધુ.
ભાજપ સાંસદો બાદ હવે ધારાસભ્ય પણ ગુજરાતની રૂપાણી સરકારની કાર્યશૈલી પર સવાલ ઉઠાવવા લાગ્યા છે. ભાજપ ધારાસભ્ય કેતન ઈનામદારે જનતાના કામ ન થવા તેમજ ઉપેક્ષાથી કંટાળીને બુધવારે ધારાસભ્ય પદેથી રાજીનામુ સોંપી દીધુ. રાજ્યની રાજનીતિમાં આને મુખ્યમંત્રી રૂપાણી માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. વળી, વિધાનસભા અધ્યક્ષે રાજીનામુ મળવાનો ઈનકાર કર્યો છે.

વડોદરા જિલ્લાના સાવલી વિધાનસભાથી ચૂંટાયેલા ધારાસભ્ય કેતન ઈનામદારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને આપેલા પોતાના રાજીનામામાં કહ્યુ કે સરકાર તેમજ પ્રશાસનમાં સંકલનનો અભાવ છે. મંત્રી તેમજ અધિકારી તેમના વિસ્તારના વિકાસ તેમજ જનતાના કાર્યો માટે નીરસ છે.તેમની ભલામણ છતાં તેમની તેમજ તેમના કામોની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. ઈનામદારે એ પણ કહ્યુ કે જનપ્રતિનિધિ તરીકે તેમનુ સમ્માન રાખવામાં આવતુ નથી. ધારાસભ્યના રાજીનામાથી એક વાર ફરીથી રાજ્યની રાજનીતિ ગરમાઈ છે. કોંગ્રેસ પ્રવકતા મનીષ દોષીએ કહ્યુ કે ભાજપ સરકારમાં ધારાસભ્યોના કામ નથી થઈ રહ્યા. મંત્રી તેમજ અધિકારી ધારાસભ્યોની નથી સાંભળતા, સરકારમાં પૉલિસી પેરાલિસીસની સ્થિતિ છે. સરકારના સેવા સદન હવે મેવા સદન બની ગયા છે. જ્યાં પૈસા વિના કામ થતા નથી.
ઉલ્લેખનીય છે કે સત્તાની ગલીઓમાં છેલ્લા કેટલાક દિવસોથી મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ઘણા પ્રકારની અટકળો ચાલી રહી છે. ભરતી પ્રક્રિયામાં અનિયમિતતા, સાંસદો તેમજ ધારાસભ્યોની ભલામણ છતાં જનતાના કામ ન થવાની વાત માટે પહેલા સાંસદ તેમજ હવે ધારાસભ્ય પણ સરકારની કાર્યશૈલી પર સવાલ ઉઠાવવા લાગ્યા છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કેતન ઈનામદારનુ રાજીનામુ નહિ મળવાની વાત કહી.
વળી, ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી તેમજ પ્રવકતા ભરતભાઈ પંડ્યાએ મીડિયાના માધ્યમથી રાજીનામુ મળવાની વાત કહી છે. પંડ્યાએ કહ્યુ કે સરકાર તેમજ પ્રશાસનમાં કયા અધિકારી તેમના કામોની ઉપેક્ષા કરી રહ્યા છે તેની માહિતી મેળવવામાં આવશે. તેમણે આશા વ્યક્ત કરી કે ઈનામદાર પહેલાની જેમ ભાજપને સમર્પિત તેમજ નિષ્ઠાવાન કાર્યકર્તાની જેમ જનસેવાના કામ કરતા રહેશે. પંડ્યાએ કહ્યુ કે કોંગ્રેસ ધારાસભ્યના રાજીનામાથી ઉત્સાહમાં ના આવે, સરકાર તેમજ સંગઠનમાં બધા બરાબર છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
