જિલ્લા-તાલુકા પંચાયતોમાં જોડતોડનું રાજકારણ કરી સત્તા મેળવવાના પ્રયાસ શરૂ
ગુજરાતમાં ભાજપનું શાસન ભલે હોય પરંતું, ગ્રામ્ય વિસ્તારોમાં કૉંગ્રેસનો દબદબો યથાવત છે. ખાસ કરીને રાજ્યની 24 જિલ્લા પંચાયતો અને 143 જેટલી તાલુકા પંચાયતોમાં કૉંગ્રેસની બહુમતિ છે.
ગુજરાતમાં ભાજપનું શાસન ભલે હોય પરંતું, ગ્રામ્ય વિસ્તારોમાં કૉંગ્રેસનો દબદબો યથાવત છે. ખાસ કરીને રાજ્યની 24 જિલ્લા પંચાયતો અને 143 જેટલી તાલુકા પંચાયતોમાં કૉંગ્રેસની બહુમતિ છે. ત્યારે, આગામી 21 જૂનના રોજ અઢી વર્ષની મુદ્દત પુર્ણ થઇ રહી છે. રોટેશન પ્રમાણે નવા પ્રમુખ- ઉપ પ્રમુખની ચૂંટણી આવી રહી છે.

જિલ્લા તાલુકામાં સત્તા મેળવવા ભાજપના પ્રયાસો
ગ્રામીણ વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ ધરાવતી કૉંગ્રેસ પાસેથી તાલુકા અને જિલ્લા પંચાયતો પડાવી લેવા ભાજપે તડજોડની નીતિ શરૂ કરી છે. આ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પોતાનું શાસન સ્થાપિત કરવા માટે ભાજપ શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી પોતાના તરફી પ્રમુખ ઉપ પ્રમુખ બનાવવા મથામણ કરી રહ્યું છે.

રોટેશન પ્રમાણે નવા પ્રમુખ- ઉપ પ્રમુખની ચૂંટણી
રાજ્યની બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયતને બાદ કરતાં 31 જેટલી જિલ્લા પંચાયતોમાં 22 ડિસેમ્બર 2015ના રોજ ચૂંટણી યોજાઇ હતી. જેમાં, નવા પંચાયત ધારામાં થયેલા સુધારા પ્રમાણે રોટેશન પદ્ધતિ દાખલ કરવામાં આવેલી છે. એટલે કે, નવા પ્રમુખ ઉપ પ્રમુખની નિયુક્તિ કરવામાં આવશે. અઢી વર્ષ બાદ પ્રમુખ પદ બદલાય છે. આ કારણે, હવે નવા પ્રમુખ ઉપ પ્રમુખ માટે 21 જૂન 2018 સુધીમાં નવા પ્રમુખ પદ માટે નવા રોટેશન પ્રમાણે ચૂંટણી કરાશે. આ ચૂંટણીમાં નવા પ્રમુખ- ઉપ પ્રમુખ વરાશે. જિલ્લા તાલુકા પંચાયતોના જાતિના રોટેશન પ્રમાણે પ્રમુખ બદલવા અંગેના નોટીફિકેશન પણ વિકાસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ થઇ ચુક્યા છે.

કેસરિયો લહેરાવવા
કૉંગ્રેસ જ્યાં પાતળી બહુમતિમાં છે અથવા જ્યાં કૉંગ્રેસના સભ્યોમાં તોડફોડ થઇ શકે તેવી સંભાવના છે ત્યાં, ભાજપ સત્તા મેળવવા પ્રયત્ન કરી રહ્યું છે. જિલ્લા અને તાલુકા પંચાયતમાં પોતાનો કેસરિયો લહેરાવવા માટે સરકારી મશીનરીના સહારે ભાજપના કાર્યકરો અને નેતાઓ કામે લાગી ગયા છે. કૉંગ્રેસના સભ્યોને તોડી પોતાનું શાસન બનાવવા ભાજપે પ્રયાસ શરૂ કર્યા છે. ત્યારે, કૉંગ્રેસ પોતાની જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની સત્તા બચાવવા પ્રયાસ કરી રહ્યું છે. આ માટે કૉંગ્રેસના અસંતુષ્ટોને ભાજપ પોતાના તરફી કરવા પ્રયાસ કરી રહ્યું છે ત્યારે, કૉંગ્રેસ તેમને સમજાવવા અને સાચવવાના પ્રયાસ કરી રહી છે.

નગરપાલિકામાં પણ થયા બળવા
તાજેતરમાં નગરપાલિકાઓની ચૂંટણીમાં નવા રોટેશન પ્રમાણે પ્રમુખ- ઉપ પ્રમુખની ચૂંટણી થઇ રહી છે. જેમાં, કૉંગ્રેસને પાટણ અને સિદ્ધપુર નગરપાલિકા ખોવાનો વારો આવ્યો છે. ત્યારે, ભાજપને પણ પોતાના સભ્યોએ બળવો કરતાં પાલિતાણા નગરપાલિકા ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે, હવે 248 તાલુકા પંચાયતોમાંથી 143 તાલુકા પંચાયતમાં કૉંગ્રેસનો કબ્જો છે. એટલે કે 60 ટકા જેટલી નગરપાલિકા કૉંગ્રેસના કબજામાં છે. ત્યારે, નવા રોટેશન પ્રમાણે હવે કેટલી તાલુકા પંચાયત અને કેટલી જિલ્લા પંચાયત કૉંગ્રેસ જાળવી રાખશે તે જોવું રહ્યું.

છ મહાનગરપાલિકાના બદલાશે મેયર
આ રીતે 6 મહાનગરપાલિકાના મેયર- ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગના ચેરમેન બદલવા અંગે પણ તૈયારી શરૂ થઇ ગઇ છે. આગામી સમયમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગરમાં નવા મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી હાથ ધરાશે. તો, વિપક્ષ પણ તમામ મહાનગરપાલિકામાં પોતાના વિપક્ષના નેતાની પસંદગી કરશે. હાલમાં તમામ મહાનગરપાલિકામાં ભાજપનો કબજો છે.

કૉંગ્રેસમાં પણ અસંતુષ્ઠોની બળવાખોરી
જોડતોડના રાજકારણમાં ભાજપને છેલ્લે રાજ્યસભાની ચૂંટણીમાં પછડાટ સહન કરવી પડી હતી. ઉપરાંત, કર્ણાટકની ચૂંટણીમાં પણ પીછેહટ સહન કરવાનો વારો આવ્યો હતો. છતાં, ભાજપ પોતાની પ્રવૃતિ યથાવત રાખી ફરીથી આ પદ્ધતિ જિલ્લા અને તાલુકાની ચૂંટણીમાં અજમાવી રાજ્યની જનતાના મેન્ડેટની વિરુદ્ધ જઇ સત્તા મેળવવાનો ખેલ કરી શકશે. તો, કૉંગ્રેસ પોતાના આંતરિક વિખવાદ અને અસંતુષ્ટ જુથોના બળવાખોરીના કારણે કેટલીક જિલ્લા અને તાલુકા પંચાયત ગુમાવે તેવી દહેશત છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
