ભાજપ સરકારે OBC, SC અને ST સમાજના બંધારણીય હકો છીનવ્યા, AAPનો આરોપ
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારીએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતની ગ્રામપંચાયતમાં ઓબીસીની 10 ટકા અનામત, ભાજપ સરકાર ની મેલી મુરાદના કારણે રદ્દ થઈ છે.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારીએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતની ગ્રામપંચાયતમાં ઓબીસીની 10 ટકા અનામત, ભાજપ સરકાર ની મેલી મુરાદના કારણે રદ્દ થઈ છે. સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓમાં ઓબીસીની 10 ટકા અનામતને જનરલ કરી છે, જનરલ સીટ તરીકે ચૂંટણી લડવાનું કહેવામાં આવ્યું છે. ચૂંટણી પંચ આ આખો મામલો સુપ્રીમ કોર્ટ અને સરકાર પર નાખે છે. ફક્ત બહાનાબાજી કરી OBC સમાજ નો જે બંધારણીય અધિકાર છે, તેના એક મોટા વર્ગ ને લોકશાહી બંધારણીય અધિકારથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં ભાજપ સરકારનું આ ઇરાદાપૂર્વક, ગણતરીપૂર્વક લેવાયેલું પગલું છે. આ માત્ર કોર્ટના ચુકાદાના કારણે થયું છે, એ વાત ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે કહેવાય છે. સુપ્રીમ કોર્ટનો હવાલો અપાય છે. સુપ્રીમ કોર્ટ તરફથી આવેલા જજમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, OBC કમિશનની રચના કરી, કયા વિસ્તારમાં વસ્તીના પ્રમાણમાં કેટલી કેટલી OBC સીટ રિઝર્વ કરવાની જરૂર છે, તે નક્કી કરી લેવું અને પછી તે પ્રમાણે ચૂંટણીઓ યોજવી. OBC, SC અને ST ત્રણેય ની મળીને રિઝર્વ સીટો ની સંખ્યા 50 ટકાથી વધવી જોઈએ નહીં.
સુપ્રીમ કોર્ટ એ રાજ્ય સરકારોને માર્ગદર્શન પણ આપ્યું છે કે, આ કામ માટે સ્વતંત્ર કમિશન નીમી આ કામ 6 મહિનામાં પૂરું કરવાનું. ભાજપ સરકારે બદ ઇરાદા પૂર્વક બહુ જ મોટા સમુદાયને પોતાના અધિકારથી વંચિત કરવા માટે કમિશનના ચેરમેનની નિમણુંક કરી નહિ. જે કામ કરવાનું કહેવાયું હતું તે કામ કર્યું નથી, એટલે એ કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અમર્યાદિત સમય સુધી રોકી શકાય નહિ. આનો મતલબ છે કે, ભાજપ સરકાર પોતે જ એક તરફ ચેરમેન ની નિમણુંક કરવાનું કામ નથી કરતા અને બીજી તરફથી દબાણ આપે છે કે, ચૂંટણીઓ યોજવાનો સમય લંબાઈ રહ્યો છે, એવા સમયમાં આ ચૂંટણી પંચ ચૂંટણી યોજી રહ્યું છે.
આ આખો જે ઘટનાક્રમ છે, એ ઘટનાક્રમ ગુજરાતના બહુમતી સમાજે સમજવાની જરૂર છે. કે કેવી રીતે ભાજપ સરકાર સમાજ ના હિતેચ્છુ હોવાનો, તારણહાર હોવાનો દાવો કરે છે અને એ જ સરકાર પાછલે બારણે થી સમાજોને મળેલા બંધારણીય અધિકારો પર તરાપ મારી રહી છે. આ એ સરકાર છે જે OBC સમાજના, SC સમાજના, ST સમાજના બંધારણીય અધિકારો છીનવી રહી છે. ચૂંટણીઓ માં આ સમાજો એ પોતાના સાચ્ચા હિતેચ્છુ કોણ છે એ સમજવાની જરૂર છે.
ઓબીસી સમાજના બંધારણીય અધિકારોનું હનન કરી લોકશાહી વિરુદ્ધનું દુષ્કૃત્ય આચરતી ભ્રષ્ટ ભાજપ સરકાર!
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) July 6, 2022
- @sagar45rabari pic.twitter.com/UQ55e10Ag6
આમ આદમી પાર્ટી જ્યારે આ મુદ્દાનું સમર્થન કરે છે ત્યારે કોઈ પણ સમાજના બંધારણીય અધિકાર નો વિરોધ કરતી નથી. દરેક વ્યક્તિ જે આમ આદમી છે, જાતિ જ્ઞાતિ થી ઉપર ઉઠી ને નાગરિક છે. દરેક નાગરિકના જ્યાં જ્યાં બંધારણીય અધિકારો નું ઉલ્લંઘન થાય ત્યાં આમ આદમી પાર્ટી તેમના બંધારણીય અધિકારો ની સુરક્ષા માટે દરેક આમ આદમી ના પડખે ઉભી છે. આ મહત્વની પ્રેસ કોન્ફરન્સમાં સાગર રબારીની સાથે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી પણ હાજર રહ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
