ગુજરાતમાં ભાજપના એજન્ટો કરે છે ભરતી કૌભાંડઃ યુવક કોંગ્રેસ
ગુજરાતમાં વિવિધ ભરતી પરીક્ષાના પેપરકાંડમાં ભાજપના આગેવાનોની સંડોવણી હોવાના સીધા આક્ષેપ યુવક કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. યુવા કોંગ્રેસ દ્વારા ભાજપના નેતાઓની સંડોવણી હોવાનો વીડિયો જાહેર કરીને ભાજપ પર આક્ષેપ કર્યા છે.
ગુજરાતમાં વિવિધ ભરતી પરીક્ષાના પેપરકાંડમાં ભાજપના આગેવાનોની સંડોવણી હોવાના સીધા આક્ષેપ યુવક કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. યુવા કોંગ્રેસ દ્વારા ભાજપના નેતાઓની સંડોવણી હોવાનો વીડિયો જાહેર કરીને ભાજપ પર આક્ષેપ કર્યા છે.

કોંગ્રેસના યુવા નેતા આદિત્ય ગોહિલે જણાવ્યું હતુ કે, ભાજપ પક્ષ આ પેપરફોડમાં સીધોસીધી જોડાયેલ છે. વાયરલ થયેલો વીડિયો જાહેર કરી જણાવ્યું હતુ કે, આ વિડિયોમાં ગુજરાતનું ભવિષ્ય એવા યુવાનોના ભવિષ્યને રોળતું ભાજપના ભ્રષ્ટાચારી શાસન ને ઉજાગર કર્યું છે. રાજ્યભમાં ભાજપના એજન્ટો આ રીતે પેપર ફોડવાની કામગીરીમાં લાગેલા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. આ વિડિયોમાં શિક્ષણ કક્ષાના અધિકારી કોર્પોરેશનના અધિકારી તેમજ પેપર સોલ્વ કરવાવાળા શિક્ષકોને અલગ અલગ રીતે પૈસા આપી કૌભાંડ આચર્યુ છે. આ બાબતે ત્રણ દિવસ થયા હોવા છતાં સરકાર દ્વારા કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી.
છાસવારે સામાન્ય નાગરિકોને દંડ અને દંડા ફટકારતી સરકાર ગુજરાતના લાખો યુવાનોની કારકિર્દી સાથે રમત રમતા ભાજપા - સત્તાધારી પક્ષના તત્વો સામે કેમ પગલા ભરતી નથી? ભાવનગરમાં પેપરફોડ કાર્યક્રમના ભાજપા સંયોજક જેમજ બીજા ક્યાં ક્યાં જીલ્લાઓમાં સંયોજકોને ગેરરીતિ, પેપરલીંક, પેપરફોડની જવાબદારી સ્વિકારી છે?
ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે, બિન સચિવાલય ભરતી કૌભાંડ ૨૦૧૯માં સંડોવાયેલા તત્વો સામે તાત્કાલિક ધોરણે કડકમાં કડક પગલા લેવામાં આવે અને યુવાનોને ન્યાય મળે. જો સરકારી ભરતી કૌભાંડમાં પગલા લેવામાં નહિ આવે તો ભાવનગર થી આંદોલન શરૂ કરવાની અને ગુજરાતમાં આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ચીમકી આપવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
