Biporjoy Cyclone Update : ચક્રવાત બિપોરજોય રાજ્યના દરિયાકિનારે 15 જૂને ટકરાય તેવી શક્યતા
Biporjoy Cyclone Update : ચક્રવાતી વાવાઝોડું પૂર્વ-મધ્ય અરબ સાગરના ઉપર કિલોમીટર પ્રતિ કલાકની ગતી સાથે ઉત્તર તરફ વધી રહ્યું છે. આ વિશે ભાજતીય હવામાન વિભાગ દ્વારા જાણકારી આપતા જણવ્યું હતું કે, આગામી 6 કલાકમાં બિપોરજોય ચક્રવાત અતિ જોખમી બનશે.
હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર, ચક્રવાત બપોરજોયના લગભગ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. આ ચક્રવાત 15 જૂનના રોજ વધુ ગંભીર ચક્રવાતી વાવાઝોડું પાકિસ્તાન અને તેની આસપાસ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકિરાઓ પર ટકરાય તેવી શક્યતા છે.

આ દરમિયાન કરાચી પોર્ટ ટ્રસ્ટ (કેપીટી) દ્વારા 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. કારણ કે, ચક્રવાત બિપોરજોય પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર સતત તીવ્ર બની રહ્યું છે. શનિવારના રોજ અહેવાલ આપ્યો હતો કે, તે મહાનગરની દક્ષિણે લગભગ 900 કિલોમીટર દૂર હોવાનો અંદાજ છે.
કરાચી પોર્ટ ટ્રસ્ટે VSCS Biparjoy ને કારણે જહાજો અને બંદર સુવિધાઓની સલામતી માટે ઇમરજન્સી માર્ગદર્શિકા જાહેર કરી છે. કેપીટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શિપિંગ પ્રવૃત્તિઓ સ્થગિત રહેશે.
એક નિવેદનમાં, ટ્રસ્ટે જાહેરાત કરી હતી કે, 25 નોટથી ઉપરના જોરદાર પવનના કિસ્સામાં શિપિંગ પ્રવૃત્તિઓ સ્થગિત રહેશે. જો પવનની ગતિ 35 નોટથી વધુ હશે, તો માલવાહક જહાજોની અવરજવર સ્થગિત રહેશે.
કરાચી પોર્ટ ટ્રસ્ટે જહાજોનો સંપર્ક કરવા માટે બે ઈમરજન્સી ફ્રીક્વન્સી પણ જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, તોફાનની અસરને ધ્યાનમાં રાખીને રાત્રિ દરમિયાન જહાજોની અવરજવર સ્થગિત રહેશે. ટ્રસ્ટે અધિકારીઓને હાર્બર ક્રાફ્ટને આઉટપોસ્ટમાં સલામત સ્થળે ખસેડવા પણ નિર્દેશ આપ્યો હતો.
કેપીટીએ કરાચી ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ પર જહાજોના ડબલ બંકિંગ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આ પહેલા શનિવારના રોજ કરાચી પ્રશાસને ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન (VSCS) બિપોરજોયના જોખમને ધ્યાનમાં રાખીને કલમ 144 હેઠળ દરિયામાં માછીમારી, નૌકાવિહાર, તરવા અને નહાવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
નોટિફિકેશન મુજબ, આ નિર્ણય જહાજ ડૂબવા અથવા કોઈ અપ્રિય ઘટનાને ટાળવા માટે લેવામાં આવ્યો છે. સંબંધિત ડેપ્યુટી કમિશનરો અને મદદનીશ કમિશનરોને આદેશનો અનાદર કરવા બદલ પગલાં લેવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
