Biporjoy Cyclone Update : પોરબંદરથી માત્ર 480 કિમી દૂર છે બિપોરજોય, 4 કલાક બાદ મચાવી શકે છે તબાહી
Biporjoy Cyclone Update : ગુજરાત રાજ્ય પર હાલ બિપોરજોય નામના ચક્રવાતનું જોખમ મંડરાઇ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, બિપોરજોય વાવાઝોડાએ ફરી દિશા બદલી છે. હવે ગુજરાતમાં જ લેન્ડફોલ થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ચક્રવાત બિપોરજોય કચ્છ તરફ ફંટાય તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી છે. ચક્રવાત બિપોરજોય સતત પોતાની દિશા બદલી રહ્યું છે. આ સાથે વાવાઝોડું માંડવી-કરાચી વચ્ચે દરિયા કિનારે ટકરાય તેવી શકયતા છે.

લોકોને દરિયાકાંઠે જતા અટકાવ્યા - આગામી પાંચ દિવસ માટે, ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત, દમણ અને દીવના દરિયાકાંઠે માછીમારો અને ફીશરમેનોને દરિયામાં પ્રવેશતા અટકાવ્યા છે.
યલો એલર્ટ જાહેર - કેરળના તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનમથિટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટાયમ, ઇડુક્કી, કોઝિકોડ અને કન્નુરમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ રાજ્યોમાં પડશે મુશળધાર વરસાદ - ચક્રવાતને કારણે બિપોરજોય ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી ચાર દિવસમાં દક્ષિણ ભારતીય વિસ્તારમાં વરસાદની સંભાવના છે. જ્યારે કેરળ અને કોસ્ટલ કર્ણાટકમાં સોમવાર સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે, જ્યારે લક્ષદ્વીપમાં રવિવાર સુધી વરસાદ જોવા મળશે.
બિપોરજોય આગામી ચાર કલાક બાદ મચાવશે તબાહી - હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ચાર કલાકમાં દેશના દક્ષિણી રાજ્યોમાં બિપરજોય તબાહી મચાવી શકે છે. તે આગામી ચાર કલાક દરમિયાન ખૂબ જ ગંભીર ચક્રવાત વાવાઝોડા (VSCS) માં તીવ્ર બનશે.
પોરબંદરથી માત્ર 480 કિમી દૂર છે બિપોરજોય - ચક્રવાત બિપોરજોય પોરબંદરથી લગભગ 480 કિમી, દ્વારકાથી 530 કિમી અને નલિયાથી 610 કિમી દૂર છે. આગામી 48 કલાકમાં તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી ધારણા છે.
મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંચા મોજા જોવા મળ્યા - ચક્રવાત બિપોરજોયની અસર દેખાવા લાગી છે. મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંચા મોજા જોવા મળી રહ્યા છે.












Click it and Unblock the Notifications
