Bilkis Bano: સામૂહિક બળાત્કાર મામલે ગુજરાત સરકારનો નિર્ણય, બધા 11 કેદીઓને આજીવન કેદની સજામાંથી 'આઝાદી'
બિલકિસ બાનો સામૂહિક બળાત્કાર કેસ મામલે તમામ 11 કેદીઓને આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 દોષિતોને સ્વતંત્રતા દિવસે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
નવી દિલ્લીઃ બિલકિસ બાનો સામૂહિક બળાત્કાર કેસ મામલે તમામ 11 કેદીઓને આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 દોષિતોને સ્વતંત્રતા દિવસે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં ગોધરાકાંડ બાદ 2002ના સામૂહિક બળાત્કારના કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે આ તમામને આજીવન કેદની સજા ફટકારી હતી. સરકારના નિર્ણય બાદ સોમવારે તમામને ગોધરા સબ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

75માં સ્વતંત્રતા દિવસના અવસર પર ગુજરાત સરકારે તેની માફી નીતિ હેઠળ દોષિતોને મુક્ત કરવાની મંજૂરી આપી છે. આ દોષિતોએ 15 વર્ષથી વધુ જેલની સજા ભોગવી હતી. જે બાદ બધાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે તેમની અરજી સાંભળ્યા બાદ ગુજરાત સરકારને તેમની સજા પર માફી પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. જેના માટે ગુજરાત સરકારે એક સમિતિની રચના કરી હતી. કમિટિનો રિપોર્ટ આવ્યા બાદ તમામને મુક્ત કરવામાં આવ્યા હતા.
21 જાન્યુઆરી, 2008ના રોજ સંભળાવી હતી સજા
એક જ પરિવારના 7 સભ્યોની હત્યા અને સામૂહિક બળાત્કારના કેસમાં મુંબઈની વિશેષ CBI કોર્ટે સજા સંભળાવી છે. કોર્ટે આ નિર્ણય 21 જાન્યુઆરી 2008ના રોજ આપ્યો હતો. જેમાં 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જે બાદ તમામ દોષિતો બૉમ્બે હાઈકોર્ટ પહોંચ્યા પરંતુ કોર્ટે તેમની સજા યથાવત રાખી.
ગુજરાત સરકારનો મોટો નિર્ણય
આ કેસમાં તમામ 11 દોષિતોને કોર્ટના નિર્દેશ બાદ ગુજરાત સરકારે માફી આપવાનો નિર્ણય લીધો હતો. જે બાદ આ કેસમાં તમામ 11 દોષિતોને સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા જ મુક્ત કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.
આ હતો સમગ્ર મામલો
3 માર્ચ, 2002ના રોજ ગોધરા કાંડ પછીના રમખાણો દરમિયાન દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રણધિકપુર ગામમાં ટોળા દ્વારા બિલકીસ બાનોના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. બિલકીસના પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. તે સમયે બિલકીસ પાંચ મહિનાની ગર્ભવતી હતી અને તેના પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ કેસના આરોપીઓની 2004માં ધરપકડ કરવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
