Bilkis Bano Case: દોષિતોની મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
સુપ્રીમ કોર્ટ આજે બિલકિસ બાનો કેસમાં સુભાષિની અલી અને અન્ય બે લોકોની દોષિતોની મુક્તિ સામેની અરજીઓ પર સુનાવણી કરશે.
નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટ આજે બિલકિસ બાનો કેસમાં સુભાષિની અલી અને અન્ય બે લોકોની દોષિતોની મુક્તિ સામેની અરજીઓ પર સુનાવણી કરશે. ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેંચ આ મામલે સુનાવણી કરશે. સામાજિક કાર્યકર્તા સુભાષિની અલી, રુપરેખા વર્મા અને પત્રકાર રેવતી લાલે આ કેસમાં 11 દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના આદેશને રદ કરવાની માંગ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે તમામ ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવે. આ સાથે ગુજરાત સરકારના આદેશને પણ રજૂ કરવાનો આદેશ આપવામાં આવે, જેના હેઠળ દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે બિલકિસ બાનોના ગેંગરેપ અને તેના પરિવારના 7 સભ્યોની હત્યાના કેસમાં 11 દોષિતો 15 વર્ષથી જેલમાં હતા પરંતુ ગુજરાત સરકારે રાજ્યમાં લાગુ કરાયેલી મુક્તિ નીતિ મુજબ 15 ઓગસ્ટના રોજ દોષિતોને મુક્ત કર્યા હતા. ગુજરાત સરકાર દ્વારા 11 દોષિતોને મુક્ત કર્યા પછી બિલકિસ બાનોએ કહ્યુ, '15મી ઓગસ્ટ 2022ના રોજ જે બન્યુ તેનાથી મને 20 વર્ષ પહેલા થયેલી ઘટનાની યાદ આવી ગઈ. જ્યારથી મે સાંભળ્યું છે કે મારા પરિવાર અને મારા જીવનને બરબાદ કરનારા 11 ગુનેગારોની સજા માફ કરવામાં આવી છે. હું આનાથી ખૂબ જ દુઃખી છુ. તેઓએ મારી ત્રણ વર્ષની પુત્રીને પણ મારી પાસેથી છીનવી લીધી. મારા પરિવારને મારી પાસેથી છીનવી લીધો અને આજે તેમને માફ કરવામાં આવ્યા છે. મને નવાઈ લાગી.'
તમને જણાવી દઈએ કે બિલકિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ અરજીમાં તમામ દોષિતોની સજા પર પુનર્વિચાર કરવાની વિનંતી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગોધરાકાંડ બાદ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા અને આ હુલ્લડો દરમિયાન બિલકિસ બાનોના પરિવારના સાત સભ્યોના મોત થયા હતા. એટલુ જ નહિ તોફાનીઓએ બિલકિસ બાનો પર પણ ગેંગરેપ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટ પહોંચ્યો બિલકિસ બાનો કેસ
બિલકિસ બાનોનો કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સામાજિક કાર્યકર્તા સુભાષિની અલી, રુપરેખા વર્મા અને પત્રકાર રેવતી લાલે આ કેસમાં 11 દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના આદેશને રદ કરવાની માંગ કરી છે. અરજીમાં એવુ કહેવામાં આવ્યુ છે કે તમામ ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવે તેમજ ગુજરાત સરકારના જે આદેશ હેઠળ દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે તેને રજૂ કરવાનો આદેશ આપવામાં આવે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
