Bilkis Bano Case: બિલકિસ બાનો કેસમાં 7 ઓગસ્ટે અંતિમ સુનાવણી, દોષિતોની સજા માફી સામે કરાઈ છે અરજી
Bilkis Bano Case: સુપ્રીમ કોર્ટે સોમવારે 2002 દરમિયાન બિલકિસ બાનો ગેંગ-રેપ અને તેના પરિવારના સભ્યોની હત્યાના કેસમાં અંતિમ સુનાવણી 7 ઓગસ્ટના રોજ નક્કી કરી હતી. સર્વોચ્ચ અદાલતે તમામ 11 દોષિતોને ગયા વર્ષે આપવામાં આવેલી માફીને પડકારતી અરજીઓ પર અંતિમ સુનાવણી શરૂ કરવા માટે 7 ઓગસ્ટની તારીખ નક્કી કરી હતી.
જસ્ટિસ બીવી નાગરત્ન અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચે કહ્યું કે દલીલો પૂર્ણ થઈ ગઈ છે અને તમામ દોષિતોને અખબારના પ્રકાશનો દ્વારા અથવા સીધા જ નોટિસ પાઠવવામાં આવી છે. અમે 7મી ઓગસ્ટના રોજ અંતિમ સુનાવણી માટે મામલાની યાદી બનાવીએ છીએ.

ખંડપીઠે કહ્યું કે તમામ પક્ષકારોએ ટૂંકી લેખિત રજૂઆત, સારાંશ અને યાદી દાખલ કરવી જોઈએ. સુનાવણી દરમિયાન, મહિલા વકીલ શોભા ગુપ્તાએ, બિલ્કિસ બાનો તરફથી હાજર રહીને જણાવ્યું હતું કે 1 જૂને સ્થાનિક અખબારોમાં નોટિસ પ્રકાશિત કરવામાં આવી હતી અને તેણે 7 જૂને આ અંગે એફિડેવિટ દાખલ કરી હતી.
વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંગ અને એડવોકેટ વૃંદા ગ્રોવરે, અરજદારો તરફથી હાજર રહીને એમ પણ રજૂઆત કરી હતી કે તેમના કેસોમાં પણ સર્વોચ્ચ અદાલતના નિર્દેશ મુજબ નોટિસો પ્રકાશિત કરવામાં આવી હતી. વૃંદા ગ્રોવરે કહ્યું કે તેને ગુજરાત સરકારના મૂળ માફીના આદેશને રેકોર્ડ પર મૂકવાની જરૂર છે અને કેટલાક વધારાના દસ્તાવેજો રેકોર્ડ પર મૂકવા માટે કોર્ટની પરવાનગી માંગી છે.
ગુજરાત સરકાર અને કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે રાજ્ય દ્વારા મૂળ માફીનો આદેશ રેકોર્ડ પર મૂકવામાં આવ્યો છે, જો અરજદારો તેને પોતાની પાસે રાખવા માંગતા હોય, તો તેમને તેની સાથે કોઈ સમસ્યા નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
