Gujarat News: રાજ્યમાં ખાતરની અછત મુદ્દે સૌથી મોટા સમાચાર, અછતવાળા જિલ્લાઓમાં ખાતર મોકલાશે
Fertilizer shortage in Gujarat: ગુજરાતમાં ખાતરની અછત મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, રાજ્યમાં ખેતી માટે અત્યંત મહત્ત્વના એવા ખાતરની અછતનો મુદ્દો છેલ્લા કેટલાક સમયથી રાજકીય ગરમાવો લાવી રહ્યો છે. રાજ્યમાં વિપક્ષ આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે કેન્દ્ર સરકારના તાત્કાલિક હસ્તક્ષેપથી હવે ગુજરાતના ખેડૂતો અને સરકાર બંનેને રાહત મળી છે.

ગુજરાતના ખેડૂતો દ્વારા ખાતરની અછત અંગે સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી. આ સંકટને વિપક્ષે સરકારની નિષ્ફળતા ગણાવી હતી અને સરકાર પર ખેડૂતો પ્રત્યે ઉદાસીનતા દાખવવાનો આરોપ લગાવ્યો હતો. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે ગુજરાતને ખાતરનો નવો જથ્થો ફાળવીને વિવાદને શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે.
કેન્દ્રનો હસ્તક્ષેપ અને વિતરણ વ્યવસ્થા
કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલો ખાતરનો નવો જથ્થો સૌ પ્રથમ ગુજરાતના એવા જિલ્લાઓમાં મોકલવામાં આવશે જ્યાં અછત સૌથી વધુ છે. આ નિર્ણય પાછળનો હેતુ એ છે કે જ્યાં ખેડૂતોને તાત્કાલિક જરૂરિયાત છે, ત્યાં તેમને સૌ પ્રથમ ખાતર મળી રહે. આગામી થોડા દિવસો સુધી ગુજરાતને રોજ 8થી 10 હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો મળતો રહેશે, જેનાથી રાજ્યભરમાં ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે. હાલમાં ગુજરાતના કેન્દ્રો પર 1 લાખ મેટ્રિક ટન ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે, જે વિતરણ માટે તૈયાર છે.
ગુજરાત સરકારની કંટ્રોલ રૂમની પહેલ
ગુજરાત સરકારે આ મુદ્દાને વકરતો અટકાવવા માટે તાત્કાલિક પગલાં લીધાં છે. તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યાં ખેડૂતો ફોન કરીને ખાતરની ઉપલબ્ધતા અને વિતરણ અંગેની માહિતી મેળવી શકે છે. આ પહેલથી સરકાર ખેડૂતો સુધી સીધી પહોંચી રહી છે અને તેમની સમસ્યાઓનું નિવારણ લાવી રહી છે. આ પગલું માત્ર વહીવટી સરળતા માટે જ નહીં, પરંતુ રાજકીય રીતે પણ સરકારની સક્રિયતા દર્શાવે છે.
ગુજરાતમાં ચાલુ વર્ષે 82.35% વિસ્તારમાં જ વાવેતર થયું
ગુજરાતમાં ચાલુ વર્ષે 82.35% વિસ્તારમાં જ વાવેતર થયું છે, ગયા વર્ષે કુલ 73.72 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયુ હતુ અને ચાલુ વર્ષે 70.47 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, ડાંગરનું 7.17 લાખ હેક્ટર વિસ્તારમાં થયું વાવેતર અને બાજરીનું 1.53 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, રાજ્યમાં ચાલુ વર્ષે જુવારનું વાવેતર ઘટ્યું છે, ગયા વર્ષે 15 હજાર હેક્ટરમાં જુવારનું વાવેતર થયું હતુ, ચાલુ વર્ષે માત્ર 5 હજાર હેક્ટર વિસ્તારમાં જુવારનું વાવેતર થયું છે.
કઠોળનું કુલ વાવેતર 2.96 લાખ હેક્ટર વિસ્તારમાં થયું છે, ગયા વર્ષે કઠોળનું 3.39 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, રાજ્યમાં મગફળીના વાવેતરમા વધારો થયો છે, આ વર્ષે 20.41 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે, તેલીબિયાં પાકોના વાવેતરમાં આ વર્ષે વધારો થયો છે, ચાલુ વર્ષે 25.75 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, 20.35 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે, 2 લાખ હેક્ટર વિસ્તારમાં શાકભાજીનું વાવેતર થયું છે.
-
ખેત તલાવડી બનાવવા ઈચ્છતા ખેડૂતો માટે મોટા સમાચાર, સરકાર મફત આપશે આ વસ્તુ -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે?







Click it and Unblock the Notifications
