ભાવનગર: બે ઇસમો ઘરફોડ ચોરીનાં મુદ્દામાલ સાથે ઝડપાયા
ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં થયેલ બે ઘરફોડ ચોરીના ગુનામાં બે ઈસમોને એલસીબી ટીમે મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.
ભાવનગર એલ.સી.બી.ની ટીમે ભાવનગર શહેરમાં ખા.વા.માં મિલકત સંબંધી ગુનાઓમાં પકડાય ગયેલ માણસોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં. પેટ્રોલીંગ દરમિયાન ફરતાં-ફરતાં ભાવનગર, મહિલા કોલેજ સર્કલમાં ડોકટર હોલ પાસે આવતાં અગાઉ લૂંટનાં ગુનામાં પકડાય ગયેલ નવાબ હનીફ ખાન અને યશદિપ વાઘેલા શંકાસ્પદ ઇસમો એક્ટીવા સાથે ઝડપાયા હતા. પોલીસે તેમની તપાસ કરતાં નીચે મુજબનાં સોના-ચાંદીનાં દાગીનાં મળી આવ્યા હતા. દાગીના તથા સ્કુટરને લગતા દસ્તાવેજો કે બિલ તેમની પાસે નહોતા.

- સોનાની રૂદ્રાક્ષની માળા- 1 કિ.રૂ.23,800/-
- સોનાની જેન્ટસ વીંટી-1 કિ.રૂ.5,500/-
- સોનાની નાકમાં પહેરવાની ચુંક નંગ-3 કિ.રૂ.1230/-
- ચાંદીનાં કંદોરા નંગ-2 કિ.રૂ.11,516/-
- ચાંદીનાં પગમાં પહેરવાનાં અલગ-અલગ વજનનાં છડા જોડ-2 કિ.રૂ.12,000/-
આમ, ઉપરોકત બંન્ને ઇસમો પાસેથી કુલ રૂ.54,046/-નો સોના-ચાંદીનો મુદ્દામાલ તથા એક્ટીવા સ્કુટર કિ.રૂ.30,૦૦૦/- મળી કુલ રૂ 84,046/નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. આ માલ તેમણે ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું સ્પષ્ટ હતું. આથી આને શકપડતી મિલકત ગણી Cr.P.C.કલમઃ-102 મુજબ કબજે કરવામાં આવી હતી તથા આ બંન્ને ઇસમોની અટકાયત કરવામાં આવી હતી.

આ બંને ઇસમોની પુછપરછ કરતાં જાણવા મળ્યું કે, આ બંન્નેએ તેમના મિત્ર શક્તિસિંહ રણજીતસિંહ ગોહિલ સાથે મળી લગભગ પંદર-સોળ દિવસ પહેલાં આનંદનગર, અપ્પુ ટ્રેડર્સ પાસે આવેલ એક મકાનમાં રાતે ચોરી કરી હતી. આ મકાનમાંથી જ ઉપરોકત દાગીનાં ચોર્યા હોવાનું તેમણે કબુલ્યું હતું. તેમજ અગાઉ પણ આનંદનગર, જયેશ પ્રોવિઝન સ્ટોર પાસે આવેલ મકાનમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આનંદનગર, અપ્પુ ટ્રેડર્સ પાસે આવેલ મકાનમાં થયેલ ચોરી અંગે વાલજીભાઇ જેઠાભાઇ જાદવે તા.14/04/2017નાં રોજ ભાવનગર, ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
