સાઉથ આફ્રિકામાં લૂંટારાઓએ ગોળી મારી છતાં ભાગતો રહ્યો આ ગુજરાતી, જીવ બચી ગયો
સાઉથ આફ્રિકામાં લૂંટારાઓએ ગોળી મારી છતાં ભાગતો રહ્યો આ ગુજરાતી, જીવ બચી ગયો
ભરૂચઃ મૂળ ભરોચના રહેવાસી ઈમરાન બશિર લાલસા પર સાઉથ આફ્રિકામાં ગોળીબાર થયો. ઝીમ્બાબ્વે બોર્ડર પાસે આવેલા વેન્ડા શહેરમાં કેટલાક અજાણ્યા લૂંટારાઓએ ઈમરાન બશિરને ગોળી મારી દીધી હતી. ઈમરાન બશિર છેલ્લા કેટલાક વર્ષોથી સાઉથ આફ્રિકામાં રહેતો હતો.

ઇમરાન પર હુમલો
જણાવી દઇએ કે ઇમરાન બશિર લાલસ મૂળ ભરૂચના જંબુસર તાલુકાના દેવલા ગામનો રહેવાસી હતો જે છેલ્લા કેટલાક વર્ષોથી સાઉથ આફ્રિકામાં રહેતો હતો અને અહીંના વેન્ડા શહેરમાં આવેલા એક સુપર માર્કેટ સ્ટોરમાં તે નોકરી કરતો હતો.

લૂંટારાઓએ ગન પોઇન્ટે ગાડી રોકાવી
તેના નજીકના મિત્ર સલીમ પટેલે ટીઓઆઈ સાથે વાત કરતા જણાવ્યું કે, સુપર માર્કેટ સ્ટોરમાં કામ પતાવ્યા બાદ ઇમરાન પતાના ત્રણ સહકર્મચારીઓ સાથે ઘરે જઈ રહ્યો હતો અને રસ્તામાં જ ત્રણ બદમાશોએ ગન પોઈન્ટ પર તેમની કાર રોકી દીધી. જણાવી દઈએ કે સલીમ પટેલ પણ વેન્ડા શહેરમા જ રહે છે.

ગોળી વાગી છતાં ભાગતો રહ્યો ઇમરાન
સલીમ પટેલે આગળ જણાવ્યું કે 'લૂંટારાઓએ રોકડ રકમ લૂંટી લીધા બાદ ઈમરાને ઘટના સ્થળેથી ભાગી જવાનો પ્રયાસ કરતાં એક લૂંટારાએ તેના પગમાં ગોળી મારી દીધી. ગોળી વાગી હોવા છતાં ઇમરાન ભાગતો જ રહ્યો અને તેનો જીવ બચી ગયો. લૂંટારાઓએ લૂંટ બાદ તેના ત્રણ સહકર્મચારીઓને છોડી મૂક્યા હતા. વેન્ડા શહેરમાં આવેલા હોસ્પિટલમાં ઇમરાનને દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
