69 વર્ષની ઉમરે પણ પરણવાની ઇચ્છા વ્યક્ત કરતા ભરતસિંહ સોલંકી
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ યુવતિ સાથેના અનૈતિક સંબંધમાં પત્ની રેશ્મા પટેલ દ્વારા રંગે હાથે મોડી રાત્ર ઝડપી પાડ્યા બાદ સક્રીય રાજકારણમાથી થોડા સમય માટે બ્રેક લેવાની જાહેરાત કરી છે. આ સમય દરમિયાન તેઓ દલિત, આદિવ
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ યુવતિ સાથેના અનૈતિક સંબંધમાં પત્ની રેશ્મા પટેલ દ્વારા રંગે હાથે મોડી રાત્ર ઝડપી પાડ્યા બાદ સક્રીય રાજકારણમાથી થોડા સમય માટે બ્રેક લેવાની જાહેરાત કરી છે. આ સમય દરમિયાન તેઓ દલિત, આદિવાસી,ક્ષત્રીય ઓબીસી સમાજના સાથે જોડાયેલા રહીને વધુ કામગીરી કરવાનું ભરતસિહ સોલંકીએ જણાવ્યુ હતુ. તેમજ કોઇ તેમની સાથે લગ્ન કરવા માગે તો તેમની પણ તૈયારી હોવાની વાત કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે આ સમયે કોંગ્રેસના મોટા ગજાના નેતાની આ પ્રકારના બ્રેકથી પાર્ટીને નુક્સાન જવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભરતહિસ સોલંકીની ઘટનાની દિલ્હી મોવડી મંડળે પણ ગંભીર નોધ લીધે છે. અને તેમાના દ્વારા પણ ભરતસિહને બ્રેક લેવા માટે દબાણ કરવામાં આવ્યુ હોવાનું માનવામાં આવે છે.
ભરતસિંહ સોલંકીને તેમની પત્ની રેશ્મા પટેલ સાથે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તેમના છુટા છેડા માટેની અરજી પણ તેમના દ્વારા કરવામાં આવી છે. આ દરમિયાન નેતાજીના અન્ય યુવિત સાથેના સંબંધોને લઇને તેમની પત્ની દ્વારા અનેક વાર આક્ષેપો કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના એક પછી એક મોટા નેતા કોગ્રેસનો સાથ છોડી રહ્યા છે. જેમા થોડા સમયમા જ કોંગ્રેસના ધારાસભ્યો અને અન્ય નેતાઓ ભાજપમાં જોડાઇ ચૂક્યા છે. હાર્દિક પટેલ જેવા કોંગ્રેસના ઉપાધક્ષ પણ કાલે જ ભાજપમાં જોડાઇ ગયા છે. ત્યાર કોંગ્રેસને વિધાનસભા ચૂંટણી પહેલા મોટું નુક્સાન જવાની શક્યાતા પણ છે.
ભરતસિંહ સોલકીએ આ તમામ વિવાદો મામલે ખૂલીને જવાબો આપ્યા હતા. આણંદમાં અન્ય યુવતિ સાથે રાતના ઝડપાતા ભરતસિંહએ જણાવ્યુ હતુ કે, આ મારી અંગત બાબત છે. મારે કોઇ છુપાવાની જરૂર નથી. તેમની સાથે મારા છુટા છેડાની પ્રોસેસ ચાલી રહી છે. આ સંજોગોમાં તેમને કોઇ હક્ક નથી.
ભરતસિંહ વધુમાં જણાવ્યુ હતુ કે, મને કોરોના થયો હતો ત્યારે તેમના દ્વારા મારા મહવા માટે સતત ડૉક્ટરોને પુછવામાં આવતુ હતુ. મહિનાઓ સુધી કોરોનાની અસર રહી તેમા મારી તબિયતની બિલકુલ તેમના દ્વારા ચિંતા કરવામાં આવી નહોતી. મારી સંપતિ તેમના નામે કરાવી આપવા માટે દબાણ કરવામાં આવતુ હતુ.
મારા જૂના ઘરની જુના એસી, કાર સહિતની વસ્તુઓને બારો બાર વહેચી નાખવામાં આવી હતી. તેમજ મારા ઘરના નોકરોને પણ એક એક કરીને છુટા કરી દેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ભરતસિંહ સોલંકીની બે દિવસ પહેલા આણંદ ખાતે એક યુવતિ સાથે તેમની પત્ની રેશ્મા પટેલ દ્વારા રંગે હાથે ઝડપી પાટ્યા હતા. તેનો વિડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. રેશ્મા પટેલ દ્વારા યુવતિને માર પણ મારવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
