Bharat Bandh: ગુજરાતમાં બેંક, રેલવે યૂનિયનોએ બંધ પાળ્યો
Bharat Bandh: ગુજરાતમાં બેંક, રેલવે યૂનિયનોએ બંધ પાળ્યો
અમદાવાદઃ આજે દેશભરમાં વિવિધ યુનિયનો દ્વારા ભારત બંધ પાળવામાં આવ્યો છે. આ બંધમાં 25 કરોડ જેટલા લોકો સંકળાયા છે. જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આવેલી પબ્લિક સેક્ટરની બેંકોએ બુધવારે બંધ પાળ્યો છે. મહા ગુજરાત બેંક કર્મચારી એસોસિએશન (MGBEA)ના 40,000 જેટલા સભ્યો આ બંધમાં સામેલ થયા છે. પગાર વધારો ના થયો હોવાના કારણે બેંકર્સ આંદોલન કરી રહ્યા છે.

ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથે વાત કરતાં MGBEAના જનરલ સેક્રેટરીએ કહ્યું કે, "જાણી જોઈને ડિફોલ્ટ થનારાઓ સામે ક્રિમિનલ કેસ નોંધવામાં આવે તેવી અમે માંગણી કરી છે. આની સાથે જ સરકાર બેંકિંગ સેક્ટરમાં ભરતી કરાવે."
ટ્રેડ અને ઈન્ડસ્ટ્રી બૉડીએ ચિંતા વ્યક્ત કરી કે ગુજરાતમાં બેંકોનાં આ પગલાંને કારણે વેપાર પર ખરાબ અસર પાડશે. ઑલ ઈન્ડિયા રેલવેમેન્સ ફેડરેશન (AIRF) અને વેસ્ટર્ન રેલવે કર્મચારી યૂનિયન (WREU)એ મંગળવારે જ ઘોષણા કરી હતી કે વિવિધ સ્થળોએ આદોલનો કરીને તેઓ બંધ પાળશે.
AIRF અને WREUના એસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી આરસી શર્માએ કહ્યું કે "કેન્દ્ર સરકાર બધી જ વસ્તુનું ખાનગીકરણ કરી રહી છે અને હવે રેલવે પર તેમની નજર છે. અર્થતંત્રને કાબૂમાં લઈ ના શકતા હોવાથી સરકારે હવે રેલવે વેચવાનું નક્કી કર્યું છે."
આરસી શર્માએ કહ્યું કે પ્રાઈમ લોકેશન પર આવેલી રેલવેની કેટલીક જમીન કેટલાક ઉદ્યોગપતિઓને વેચવાનો સરકાર પ્રયાસ કરી રહી છે. સાથે જ રેલવે યુનિયને બુધવારે સાબરમતી આશ્રમથી રેલી કાઢીને અમદાવાદ જિલ્લા કલેક્ટરને મેમોરેન્ડમ આપવાની ચીમકી ઉચ્ચારી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
