ભુજના બે કલાકારનો હોલીવૂડ ફિલ્મ બ્યૂટી એન્ડ બિસ્ટમાં ડેબ્યૂ
કચ્છના બે ભરતકામ કારીગરોએ બનાવેલ ડ્રેસ હોલીવૂડ ફિલ્મ બ્યૂટી એન્ડ બિસ્ટમાં જાણીતી અભિનેત્રી એમા વોટ્સને પહેર્યો. જાણો કોણ છે આ બે ગુજરાતી કારીગર અહીં.
હોલીવૂડની જાણીતી ફિલ્મ બ્યૂટી એન્ડ બિસ્ટ હાલમાં જ રિલિઝ થઇ. વર્લ્ડ ડીઝનીની આ ફિલ્મની અભિનેત્રી એમા વોટ્સનના તમામ ડ્રેસના ભારે વખાણ થયા હતા. પણ શું તમને ખબર છે આ ફિલ્મમાં બેલાનું પાત્ર ભજવતી એમાના ડ્રેસિંગ પાછળ ગુજરાતના બે ભુજના ભરતકામ કારીગરોનો હાથ છે? આપણી કચ્છી કળા હોલીવૂડની આ ફિલ્મમાં ઝળકી ઉઠી છે.

Sourch: Instagram
આ ફિલ્મમાં એક દ્રશ્યમાં બેલાએ એક સુંદર વાઇટ રંગનો એમ્બ્રોઇડરી વાળો ડ્રેસ પહોર્યો છે. આ ડ્રેસ પર જે ભરતકામ છે તે કચ્છના ભુજમાં આવેલા બે કારીગરોએ કર્યું છે. કાસમ અને જુમા નામના ભુજના આ બન્ને ભાઇઓએ બેલાના ડ્રેસ પર સુંદર આરી વર્ક કર્યું છે. આમ જોવા જઇએ તો હોલીવૂડની ફિલ્મમાં ગુજરાતી ભાતીગળ કળા જોવા મળી છે.

નોંધનીય છે કે હોલીવૂડની આ ફિલ્મ બ્યૂટી એન્ડ બિસ્ટમાં એમા વોટ્સન દ્વારા 18મી સદીના બેલા નામની યુવતીનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મ હાલ હોલીવૂડની ટોપ પર છે. ત્યારે હેરી પોટર ફિલ્મ ફેમ એમા દ્વારા ગુજરાતી કારીગરોના આરી વર્ક વાળા ડ્રેસમાં જોવા મળતા આ બન્ને જણાએ ખુશી વ્યક્ત કરી હતી. વધુમાં સોશ્યલ મીડિયા પર પણ આ પોસ્ટ હાલ વાયરલ થઇ રહી છે. જે આપણા કચ્છી ભરતકામના કારીગરો માટે ગૌરવની વાત છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
