બેન્કો અને નાણાકીય સંસ્થાઓએ ગુજરાતમાં સૌથી વધુ 82 પ્રોજેક્ટ્સ ને ફંડ પૂરું પાડ્યું
દેશની બેન્કો અને નાણાકીય સંસ્થાઓએ ફરી એકવાર ભારતમાં મોસ્ટ ફેવરેટ ઇન્વેસ્ટમેંટ ડેસ્ટીનેશન તરીકેની ઓળખ ધરાવતાં ગુજરાતમાં રોકાણ કરાયેલા વિકાસ પ્રોજેક્ટ્સમાં તેમનો સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ હાલમાં બહાર પાડેલ તેના ઓગસ્ટ મહીનાના બુલેટિનમાં જણાવ્યું છે કે વર્ષ 2022-23 માં, દેશમાં સૌથી વધુ 82 વિકાસ પ્રોજેક્ટ્સને બેન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ફંડ પૂરું પાડવામાં આવ્યું છે. આ કેટેગરીમાં 48 પ્રોજેક્ટ્સની સાથે મહારાષ્ટ્ર બીજા સ્થાને અને 45 પ્રોજેક્ટ્સની સાથે ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાને છે.
જો કે, બેન્કો/નાણાકીય સંસ્થાઓ દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સના કુલ ખર્ચની વાત કરીએ, તો ગુજરાત 14 ટકાના હિસ્સા સાથે દેશમાં બીજા સ્થાને છે.
આ ઉપરાંત, આરબીઆઈના આ બુલેટિન મુજબ છેલ્લા 10 વર્ષમાં અર્થાત 2013-14 થી 2022-23 ની વાત કરીએ, તો આ સમયગાળામાં પણ, દેશની બેન્કો અને નાણાકીય સંસ્થાઓનો સૌથી વધુ વિશ્વાસ ગુજરાતમાં રોકાણ કરાયેલા વિકાસ પ્રોજેક્ટ્સ પર રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં 692 વિકાસ પ્રોજેક્ટ્સને ફંડ મળ્યું છે, જે કોઈ પણ રાજ્યમાં ફંડ મેળવનારા વિકાસ પ્રોજેક્ટ્સની સંખ્યાના સંદર્ભમાં દેશમાં સૌથી વધુ છે.
છેલ્લા 10 વર્ષમાં ગુજરાતને હંમેશા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન મળ્યું છે. આ જ કારણ છે કે રાજ્ય સરકાર, આરબીઆઈના આ બુલેટિન રિપોર્ટમાં ઉલ્લેખિત વર્ષ 2022-23ના આ આંકડાઓ અને છેલ્લા 10 વર્ષની આ સિદ્ધિને ગુજરાતની રોકાણ અનુકૂળ પોલિસી, ઉદ્યોગ પ્રિય વાતાવરણ અને રાજ્યની સૌથી મોટી ઈન્વેસ્ટર સમિટ "વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ" ની સિદ્ધિની સાથે-સાથે તેને વડાપ્રધાન દ્વારા બતાવેલા માર્ગને અનુસરવાના પ્રતિફળ તરીકે પણ જોઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાન્યુઆરી 2024માં વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટની દસમી શૃંખલાનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યા છે. આવા સમયે ગુજરાતે હાંસલ કરેલી આ સિદ્ધિ આગામી વાઇબ્રન્ટ સમિટ માટે મહત્વની તો છે જ, પરંતુ આ કાર્યક્રમની સફળતા માટે પણ આ આંકડાઓ ખૂબ જ ફાયદાકારક બની શકે છે. આપને જણાવી દઇએ કે, વાઇબ્રન્ટ ગુજરાત 2024ના આયોજનના માધ્યમથી ફરી એક વાર ગુજરાત મોટા પાયા પર રોકાણ અને વિકાસ પ્રોજેક્ટ્સને આકર્ષિત કરવાની તૈયારીમાં છે અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની આ રિપોર્ટ ચોક્કસપણે ગુજરાતમાં રોકાણ કરવા માટે રોકાણકારો માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
