Banaskantha Lok Sabha Election Results 2024 LIVE Gujarati: બનાસકાંઠા રિઝલ્ટ, ગેનીબેન ઠાકોર Vs રેખાબેન ઠાકોર

Banaskantha Lok Sabha Election Results 2024 LIVE Gujarati: બનાસકાંઠા લોકસભા બેઠકનું આજે 4 જૂન 2024ના રોજ પરિણામ આવવાનું છે. ત્યારે સૌકોઈની નજર ગેનીબેન ઠાકોર વર્સિસ રેખાબેન ચૌધરી વચ્ચેની ચૂંટણી-એ-જંગના રિઝલ્ટ પર ટકી રહી છે. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરના વર્ચસ્વ સામે શું રેખાબેન ટક્કર આપી શકશે કે કેમ તે જોવાનું રહ્યું.

Banaskantha Lok Sabha Result 2024

જો બનાસકાંઠા લોકસભા બેઠકની વાત કરીએ તો આ લોકસભા બેઠકમાં કૂલ 7 વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે, જેમાં :- વાવ, થરાદ, ધાનેરા, દાંતા, પાલનપુર, ડીસા અને દેઓદર સામેલ છે.

1992માં પહેલી વખત બનાસકાંઠા બેઠક પર લોકસભા ચૂંટણી લડાઇ હતી. જેમાં કોંગ્રેસના અક્બરભાઈ ચાવડાનો વિજય થયો હતો. તે પછી કોંગ્રેસ બનાસકાંઠા બેઠક પર 7 વખત જીતી ચૂકી છે જ્યારે ભાજપ માત્ર ચાર વખત જ જીત્યું છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પરબતભાઇ પટેલ ભાજપની ટિકિટ પરથી ચૂંટાયા હતા પરંતુ આ વખતે તેમની ટિકિટ કાપી ડૉ રેખાબેન ચૌધરીને ભાજપે બનાસકાંઠાના મેદાનમાં ઉતાર્યાં છે.

જો બનાસકાંઠાના મતદારો અને વોટશેરની વાત કરીએ તો આ સીટ પર કૂલ 19,61,924 મતદારો નોંધાયેલા છે. જેમાંથી 69.62% મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આજે ટૂંક સમયમાં જ બનાસકાંઠા લોકસભા બેઠકનું પરિણામ આવવું શરૂ થઇ જશે. બનાસકાંઠા સીટ લાઇવ રિઝલ્ટ જોવા માટે બન્યા રહો વનઈન્ડિયા ગુજરાતી સાથે.

લાઇવ અપડેટ

7:29 AM - રેખાબેન ચૌધરીએ જીતનો દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે 40 મિનિટમાં જ મતગણતરી શરૂ થઇ જશે.

10:11 AM - બનાસકાંઠાથી ભાજપના ઉમેદવાર ડૉ રેખાબેન 12 હજારની લીડથી આગળ ચાલી રહ્યાં છે.

10:22 AM - બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર રેખા બેન 518 મતોથી આગળ

11:25 AM - બનાસકાંઠામાં કોંગ્રેસને ગેનીબેનની જીતની આશા હતી પરંતુ તેમની આશા પર પણી ફરી વળ્યું હોય તેવું શરૂઆતી ટ્રેન્ડમાં લાગી રહ્યું છે. ગેનીબેન ઠાકોર 6 હજાર મતથી પાછળ ચાલી રહ્યાં છે.

11:39 AM - બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર રેખાબેન 6793 મતોથી આગળ

12:02 PM - કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ફરી એકવાર લીડ મેળવી લીધી છે. ગેનીબેન ઠાકોર બનાસકાંઠામાં 2100 મતથી આગળ ચાલી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X