આયુષ્માન યોજના અંતર્ગત ગુજરાતમાં 1 કરોડથી વધુ કુટુંબોને આવરી લેવામાં આવ્યા
Gujarat News: PM નરેન્દ્ર મોદીના 'સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાત'ના સંકલ્પને સાકાર કરતા CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યમાં 'આયુષ્માન ભારત - મુખ્યમંત્રી અમૃતમ' (AB PMJAY-MA) યોજના હેઠળ અત્યાર સુધીમાં 1.20 કરોડથી વધુ પરિવારોને સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે.

વીમા કવચ 5 લાખથી વધારીને 10 લાખ કરાયું
રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે જુલાઈ 2023માં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ મળતી વાર્ષિક સહાયની મર્યાદા 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી છે. આ વધારાને કારણે ગંભીર બીમારીઓના કિસ્સામાં પરિવારોને આર્થિક પાયમાલીમાંથી બચાવી શકાયા છે.
આંકડાકીય વિગત અને નાણાકીય ખર્ચ
યોજનાના વ્યાપ અને સરકારના ખર્ચ પર નજર કરીએ તો:
- કુલ પરિવારો: 1,20,14,556
- એમ્પેનલ્ડ હોસ્પિટલો: કુલ 2090 (1132 સરકારી અને 958 ખાનગી)
- નાણાકીય ખર્ચ (2024-25): જુલાઈ 2025 સુધીમાં અંદાજે 3210.03 કરોડનો ખર્ચ કરાયો છે.
- પ્રોસિજરો: યોજના હેઠળ કુલ 2299 જેટલી વિવિધ તબીબી સારવારોને આવરી લેવામાં આવી છે.
CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન: "વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુષ્માન કાર્ડ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને સુરક્ષા કવચ આપ્યું છે. આજે ગુજરાતમાં યોગથી લઈને આયુષ્માન સુધીના પ્રકલ્પો દ્વારા સમાજને નિરામય રાખવાનું કામ થઈ રહ્યું છે. વિકસિત ભારત @2047ના લક્ષ્યને આપણે સ્વસ્થ ગુજરાત દ્વારા સાકાર કરીશું."
સરકારી કર્મચારીઓ માટે 'કર્મયોગી સ્વસ્થ સુરક્ષા યોજના'
મે 2025માં રાજ્ય સરકારે એક નવતર પહેલ કરતા તમામ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરો માટે 'કર્મયોગી સ્વસ્થ સુરક્ષા યોજના' શરૂ કરી છે. જે અંતર્ગત અંદાજે 6.40 લાખ લાભાર્થીઓને 'G' સીરીઝનું આયુષ્માન કાર્ડ આપીને કેશલેસ સારવારનો લાભ આપવામાં આવી રહ્યો છે.
સફળતાની ગાથા: ફારુકભાઈને મળ્યું નવજીવન
અમદાવાદના રહેવાસી 66 વર્ષીય ફારુકભાઈ ખિમાણી આ યોજનાના આશીર્વાદરૂપ પરિણામનું જીવંત ઉદાહરણ છે. હૃદયની ગંભીર બીમારીથી પીડાતા ફારુકભાઈને યુ.એન. મહેતા હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી અને બાયપાસ સર્જરી માટે 5.24 લાખની સહાય પીએમજેએવાય-મા (PMJAY-MA) યોજના હેઠળ મળી હતી. તાજેતરમાં ડિસેમ્બર 2025માં પણ તેમની અન્ય એક જટિલ સર્જરી આ જ યોજના હેઠળ વિનામૂલ્યે કરવામાં આવી છે.
યોજનાની મુખ્ય વિશેષતાઓ
- દાવાઓની ચૂકવણીમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પર છે.
- કેશલેસ અને પેપરલેસ સારવારની સુવિધા.
- ખાનગી અને સરકારી બંને હોસ્પિટલોમાં ઉચ્ચ કક્ષાની સારવાર ઉપલબ્ધ.
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
