નડિયાદમાં કાકા અને માસાએ કિશોરી પર ગુજાર્યું દુષ્કર્મ
[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

આનંદીબેને આપ્યું રાજીનામું, ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રીની વિદાય
ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેને રાજ્યપાલને મળીને અધિકૃત રીતે તેમનું રાજીનામું રજૂ કર્યું છે. આજે સમગ્ર મંત્રીમંડળ રાજ્યપાલને મળ્યું હતું. જ્યાં રાજ્યપાલે આનંદીબેનના હસ્તે રાજીનામું સ્વીકાર્યું હતું. અને મંત્રીમંડળ સાથે ચર્ચા કરી હતી. આ સાથે જ ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રીએ આ પદથી વિદાય લીધી છે.

ધોરાજીમાં મહિલાઓએ કર્યો ચક્કાજામ, રોડના ખાડા બન્યા કારણ
ધોરાજીમાં બિસ્માર રસ્તાને તંત્રએ સરખા ન કરતા રોષે ભરાયેલી મહિલાઓએ ચક્કાજામ કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. રાજકોટના ધોરાજી નગર પાલિકાની રોડ-રસ્તા પ્રત્યેની બેદરકારીથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે મહિલાઓ ચાલુ વરસાદે શહેરની અંદરનો મુખ્ય રસ્તો ચક્કાજામ કરીને રોષ દાખવ્યો હતો. અને ત્રણ કલાક સુધી ચક્કાજામ કર્યો હતો.

ડીસામાં યુવકનો અપહણ બાદ છૂટકારો
ડીસામાં એક યુવકના અપહરણ બાદ તેનો જીવ લેવાન ઘટના સામે આવી છે. વડલી ફાર્મ વિસ્તારમાં રહેતો અશોક માળી નામના યુવકે મુકેશ શંકરજી માળી પાસેથી 20 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા, પરંતુ તે સમયસર વ્યાજે લીધેલા નાણાં પરત ના ચૂકવી શકાતા મુકેશ માળીએ ઉઘરાણી શરૂ કરી હતી. જે મુજબ આ યુવકનું અપહરણ કરી તેને માલગઢ લઇ જવામાં આવ્યો હતો અને તેને ઢોર માર મારી છોડી દેવામાં આવ્યો હતો. તે બાદ અશોકે પરિવારને ફોન કરી બોલવતા હાલ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવે છે.

નડિયાદમાં કાકા અને માસાએ કિશોરી પર ગુજાર્યું દુષ્કર્મ
નડિયાદના વીરપુરના કુંભારવાડી ગામે રહેતા ભલાભાઈ માલીવાડ તથા બાબુભાઈ માલીવાડે કિશોરી પર દુષ્કર્મ આચર્યુ હતું. ડ્રાયવર તરીકે ફરજ બજાવતા આ લોકોએ સાઢુભાઇના ઘરે રાત્રે રોકાયા હતા. રાત્રે સાઢુની દીકરીનું મોઢું દબાવી તેને ઉંચકીને ઘરથી દૂર લઈ જઈ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું. પીડિત દીકરીએ પરિવારને જાણ કરતા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. કિશારીના પિતાએ આ ઘટના બાદ પોલીસ ફરિયાદ નોધાવી હતી પોલીસે બંને નરાધમો વિરૂદ્ધ બળાત્કાર તથા પોકસોની કલમ નોંધી હતી.

કુટુંબ નિયોજનના ઓપરેશન બાદ પણ મહિલા બની ગર્ભવતી
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકામાં રહેતા જેન્તીભાઈ અને તેના પત્ની અમૃતાબેન 12 વર્ષના લગ્ન જીવનમાં બે બાળકો બાદ તાજેતરમાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યુ હતું. મહિલાએ નસબંધી કરાવી હોવા છતાં તેઓ ગર્ભવતી બનતા ચાકચાર થઇ ગયો હતો. નસબંધી બાદ ચાર વર્ષ પછી પેટમાં દુખાવો ઉપડતા ડોક્ટરને બતાવ્યું હતું. જેમાં જાણ થઇ હતી કે તેમને પાંચ માસને ગ્રભ છે. આ બાબતની જાણ થતા દંપતી ચોંકી ગયું હતું.

અમિત શાહ કરશે ગુજરાતના સીએમની પસંદગી
ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અને સંસદીય બેઠકના સભ્યો આજે ગુજરાતના બે દિવસના પ્રવાસ પર આવશે. દિલ્હી ખાતે યોજવામાં આવેલી સંસદીય બેઠક બાદ અમિત શાહ ગુજરાત ભાજપ સાથે ચર્ચા વિચારણા કરીને ગુજરાતના નવા મુખ્યમંત્રી પર પોતાની પસંદગી ઉતારશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
