ઉના પહોંચી કેજરીવાલે કહ્યું"સરકાર, ભાજપના ગુંડાઓને બચાવે છે"
આપ સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી તેવા અરવિંદ કેજરીવાલે ઉનાના સમઢીયાળા પહોંચીને પીડિત દલિતોને મળ્યા હતા. અને તેમની સાથે ચાની ચુસ્કી પણ લીધી હતી. ઉનાના સમઢીયાળામાં પીડિતો સાથે મળીને મીડિયા સાથે વાતચીત કરતા અરવિંદ કેજરીવાલે આનંદીબેનની સરકાર તીખા વાકબાણ છોડતા કહ્યું હતું કે "રાજ્ય સરકાર તેમના ભાજપના ગુંડાઓને બચાવી રહી છે"
દલિતો પર થાય છે ખોટા કેસ: કેજરીવાલ

વધુમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ લોકો વર્ષોથી ચામડાનો વ્યવસાય કરે છે. પેઢી દર પેઢીથી ચાલી આવતા આ વ્યવસાયને છોડવા માટે તે હવે આ ધટના બાદ મજબૂર બન્યા છે. ત્યારે જો તે આ વ્યવસાય છોડી દેશો તો પછી તેમનું ઘર કેવી રીતે ચાલશે. વધુમાં તેમણે કહ્યું કે આ લોકો તેમના બાળકોને ભણાવવા માટે લોન લીધી છે પણ તે વ્યવસાય દ્વારા પરત કરવાના હતા પણ હવે તેમનો ભવિષ્યનું શું?
પોલિસ સંડોવણી વગર શક્ય નથી આ બધુ:

કેજરીવાલે કહ્યું કે પોલિસ સંડોવણી વગર આ થવું શક્ય નથી. તેમણે કહ્યું પીડિતોને જે ડંડાથી મારવામાં આવ્યા તે ડંડા પોલિસ ના હતા ત્યારે હાલ ભલે સરકાર તેમની સામે કેસ કરી રહી હોય પણ પાછળથી આ જ સરકાર આ તમામ કેસોને નબળા પાડી દેશે. જો કે મીડિયા સાથે અરવિંદ કેજરીવાલ જ્યારે આવી પ્રતિક્રિયા આપી રહી હતી ત્યારે ત્યાં હાજર લોકો તેમની પ્રતિક્રિયાને તાળીઓથી વધાવી હતી.
દલિતો પર થાય છે ખોટા કેસ: કેજરી

વધુમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે દલિતોની જમીન પણ અહીં હડપવામાં આવે છે અને તેમની પર ખોટા કેસ કરવામાં આવે છે. સાથે જ તેમણે ત્યાં હાજર લોકોને આશ્વાસન આપતા કહ્યું કે હું તમારા વતી લડીશ. અને આપણે આ વાતે સાથે મળીને આંદોલન કરીશું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
