ખુશખબર ! ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું ધમાકેદાર આગમન, એક બોક્સનો બોલાયો આટલો ભાવ?

ઉનાળાની ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે લોકોમાં કેરીની ચર્ચા શરૂ થઈ ગઈ છે. માર્કેટમાં કેરી ક્યારે આવશે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે લોકોની આતુરતાનો અંત આવે તેવા સમાચાર સામે આવ્યા છે.

સૌરાષ્ટ્રના નંબર વન ગણાતા માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી ગણાય તેવી કેસર કેરીનું ધમાકેદાર આગમન થયુ છે. કેસર કેરીની સાથે સાથે રત્નગીરીની હાકુસ કેરી પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હરાજીના પ્રથમ દિવસે કેસર કેરીના 22 બોક્સ વેચાવા આવ્યા હતા. કેસર કેરીનું આગમન થતાની સાથે જ વેપારીઓમાં ખુશી વ્યાપ ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગીરગઢડા તાલુકાના નિતલી, ગીર કોઠારીયા અને સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામેથી કેસર કેરીનું આગમન થયું છે.

keasrmango

હાલ તો આ ગામેથી માત્ર 22 બોક્સ કેરીની જ આવક થઈ છે ત્યારે 10 કિલો કેસર કેરીના બોક્સના રૂપિયા 2500/-થી 3100/- સુધીના બોલાયા છે. આટલા ઉંચા ભાવ બોલાતા ખેડૂતોને આ સીઝનમાં કેસર કેરીના આવા જ ભાવ મળે તેવી આશા છે.

આ ઉપરાંત બે-ત્રણ દિવસથી યાર્ડમાં રત્નાગિરીની હાફુસ કેરીની આવક સાથે હરાજીમાં રત્નાગિરી કેરીના 12 કિલોના બોક્સનો ભાવ રૂપિયા 5500/- બોલાયો છે.

આ વર્ષે માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું 15 દિવસ વહેલુ આગમન થતા જ કેસર કેરીની સિઝનની શરૂઆતથી જ સ્વાદ પ્રેમીઓ માટે કેરીની સારી આવક જોવા મળી છે. સૌરાષ્ટ્રમાં કેરીનું પીઠુ ગણાતા માર્કેટ યાર્ડમાં આગામી સપ્તાહથી જ કેરીની આવકમાં વધારો જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X