મોરબીના ઉદ્યોગોની આર્થિક સલામતી માટે SIT ની જાહેરાત કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
ગુજરાતના ઉદ્યોગોને વિકાસમાં કોઈ વિક્ષેપ ન આવે તે તરફ સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. ત્યારે હાલ મોરબી આવેલા ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ મોરબીના ઉદ્યોગોની આર્થિક સલામતી અને સુરક્ષા માટે SIT ની રચના કરી અને તેનો અમલ પણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ તકે ઉપસ્થિત મોરબીના ઉદ્યોગ જગતના અગ્રણીઓએ આ નિર્ણયને વધાવ્યો હતો.

મોરબી ખાતે ઉદ્યોગપતિઓ સાથે સંવાદ દરમિયાન ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મોરબીને બધું આપવા તૈયાર છે. મોરબીના સિરામીક ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગ થકી દુનિયાનું નંબર વન સેન્ટર બનાવવું છે અને સરકાર તે તરફ તમામ પ્રયાસો કરી રહી છે. મોરબી દેશના અનેક રાજ્યોના લાખો યુવાનોના રોજગારીના સપના પુરા કરી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લાના તમામ ઉદ્યોગની સુરક્ષા માટે સરકાર પણ હંમેશા કટિબદ્ધ છે. મોરબીના ઉદ્યોગોનો વ્યાપારની સલામતિ માટે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી તમામ ઉદ્યોગોની માંગ હતી જે રાજ્ય સરકારે પુરી કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મોરબીના ઉદ્યોગો સાથે કોઈ માઈનો લાલ છેતરપીંડી ન કરી શકે તે માટે SIT ની રચના કરી તેનો આજથી જ અમલ કરવામાં આવે છે.
SIT ની વાત કરતા ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું હતું કે, SIT ની રચના કરીને ઉદ્યોગો માટે અલાયદી કાયદાકીય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ઉદ્યોગપતિઓ સાથે છેતરપીંડી કરનારાઓની ઉંઘ હરામ થઈ જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મોરબીમાંથી માલ મેળવીને પછી પેમેન્ટ માટે જવાબ નહીં દેનાર કે ફોન નહીં ઉપાડનાર વેપારીઓને SIT મોરબીના ધક્કા ખવડાવશે. અહીંના વેપારી વિશ્વાસથી માલ આપે ત્યારે સામે વિશ્વાસઘાત કરનારા પર ક્રિમિનલ ફોજદારી થઈ શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આપણે SIT થી એવી છાપ ઉભી કરીશું કે, ગુજરાત પોલીસનું નામ પડશે અને તે પાર્ટીને વેપારી સાથે સેટલમેન્ટ કરવા આવવું પડશે.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, મોરબીના સિરામિક ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગોએ રાજ્યને હંમેશા તમામ પ્રકારનો સહયોગ આપ્યો છે ત્યારે તેમની પણ બધી માગણીઓ સરકારે પૂરી કરી છે. મોરબીવાસીઓએ પ્રધાનમંત્રીશ્રીનો આભાર માનવો પડે કે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડીને અહીંના ઉદ્યોગપતિઓને નવલું નજરાણું આપ્યું છે, જેથી અહીંના ઉદ્યોગો વિશ્વના તમામ સિરામીક ઉદ્યોગોને ટક્કર મારી શકે છે. વિશ્વના અન્ય સિરામીક ઉદ્યોગેને મોરબીનો સહારો લેવો પડે છે જે મોરબીની કંપનીઓ માટે ભવ્ય જીત છે. સિરામીક ઇન્ડસ્ટ્રીના નગર એવા મોરબીમાં મોડેલ જીઆઇડીસી પર ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે.
આ સંવાદ દરમિયાન રેન્જ આઈજીશ્રી અશોકકુમાર યાદવે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. સ્વાગત પ્રવચન ઔદ્યોગિક અગ્રણી મુકેશભાઈ કુંડારિયાએ અને આભારવિધિ હરેશભાઈ બોપલીયાએ કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
