ગુજરાતમાં ગ્રામ પંચાયત ચૂંટણીની જાહેરાત, 19 ડિસેમ્બરે મતદાન યોજાશે!
આજે રાજ્ય ચૂંટણી આયોગે પત્રકાર પરિષદ યોજી ગ્રામ પંચાયત ચૂનાવની જાહેરાત કરી હતી. 10,879 ગામોમાં યોજાવા જઈ રહેલી આ ચૂંટણી માટે 29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે અને 4 ડિસેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે.
ગાંધીનગર : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. છેલ્લા કેટલાક સમયથી આતુરતાથી રાહ જોવાની હતી ત્યારે હવે આખરે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના 10,879 ગામોમાં આ ચૂંટણી યોજાશે અને તેને લઈને હવે ઈલેક્શન કમિશન તૈયારીમાં લાગી ગયુ છે.

આજે રાજ્ય ચૂંટણી આયોગે પત્રકાર પરિષદ યોજીને ગ્રામ પંચાયત ચૂનાવની જાહેરાત કરી હતી. 10,879 ગામોમાં યોજાવા જઈ રહેલી આ ચૂંટણી માટે 29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે અને 4 ડિસેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે. આ ઉમેદવારી પત્રો પરત ખેંચવા માટે 7 ડિસેમ્બર છેલ્લી તારીખ રહેશે. આ ચૂંટણીમાં કુલ 2 કરોડ 6 લાખ 53 હજાર મતદારો પોતાનો મત આપશે.
ઉમદવારી પત્રો ભરાયા બાદ 19 ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન થશે એને સવારે 7 થી સુધી સાંજે 6 વાગ્યા સુધી મતદાતાઓ પોતાનો મત આપી શકશે. મતદાન બાદ જો કોઈ જગ્યાએ જરૂર પડે તો 20 ડિસેમ્બરે ફરીથી મતદાન યોજાશે. જે બાદ 21 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. આ ચૂંટણીમાં પણ મતદાતાઓને નોટાનો અધિકાર મળશે, એટલે કે મતદાતાઓ નોટામાં મત આપી શકશે.
ઉલ્લેખનિય છે કે આગામી વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે તે પહેલા જ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે. જેને લઈને ગુજરાતના 18000 ગાંમડાઓમાંથી 60 ટકા એટલે કે 10,879 ગામોમાં આચારસંહિતા લાગુ કરી થઈ ગઈ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
