Amreli Lok Sabha Election Results 2024 LIVE Gujarati: અમરેલી સીટ લાઇવ રિઝલ્ટ, ભરત સુતારિયા Vs જેનીબેન ઠુમ્મર
Amreli Lok Sabha Election Results 2024 LIVE Gujarati: અમરેલી લોકસભા સીટ સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલી છે. ગુજરાતની 26 લોકસભા સીટમાંની એક છે. હાલમાં, અમરેલી લોકસભા મતવિસ્તારમાં સાત વિધાનસભા વિભાગોનો સમાવેશ થાય છેઃ- ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુવા અને ગારિયાધાર.

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના નારણભાઈ કાછડિયા 2 લાખથી વધુ મતથી કોંગ્રેસના પરેશ ધાનાણી સામે આ સીટ જીત્યા હતા. અહીં ભાજપનો એવરેજ વોટશેર 53 ટકાથી વધુનો છે. જ્યારે કોંગ્રેસનો વોટશેર 35 ટકા જેવો છે. જેના પરથી અંદાજો લગાવી જ શકાય કે કોંગ્રેસ માટે અમરેલી સીટ જીતવી અસંભવ છે.
ઉલ્લેખનીય છે કે અમરેલી લોકસભા બેઠક પર પહેલી ચૂંટણી 2004માં થઇ હતી ત્યારે કોંગ્રેસના વિરજીભાઈ ઠુમ્મર નજીવા 2 હજાર વોટના માર્જિનથી અમરેલી લોકસભા સીટ જીત્યા હતા, પરંતુ ત્યાર પછી કોંગ્રેસ ક્યારેય અમરેલી જીતી શકી નથી.
જો લોકસભા ચૂંટણી 2024ની વાત કરીએ તો અમરેલી બેઠક પર કૂલ 21 ઉમેદવારોએ નામાંકન ભર્યાં હતાં જેમાંથી 7નાં નામાંકન પત્ર ચૂંટણીપંચે રદ્દ કરી દીધાં હતાં, જ્યારે 1 ઉમેદવારે પોતાનું નામાંકન પત્ર પાછું ખેંચી લીધું હતું. અંતે આઠ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉભ્યા હતા. જેમાં કોંગ્રેસ તરફથી જેનીબેન ઠુમ્મર જેઓ પહેલીવાર ચૂંટણી જીતનાર વિરજીભાઇ ઠુઉમ્મરના પુત્ર છે તથા ભાજપ તરફથી ભરતભાઇ મનુભાઇ સુતારીયા ચૂંટણી-એ-જંગ લડી રહ્યા હતા. જોવાનું એ રહ્યું કે શું વિરજીભાઈના વર્ચસ્વનો લાભ તેમની પુત્ર જેનીબેન ઠુમ્મરને મળે છે કે નહીં! લોકસભા ચૂંટણી 2024માં અમરેલી બેઠક પર 50.29% મત પડ્યા હતા.
લાઇવ અપડેટ
7:32 AM - કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે કહ્યું કે, આજે જે પરિણામ આવશે એનાથી ભાજપના સપનાંઓ ચકનાચૂર થઇ જશે. તેમણે 100 ટકા જીતતા હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
9:46 AM - અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મર 12000 મતથી પાછળ ચાલી રહ્યાં છે.
10:24 AM - પાંચમા રાઉન્ડની ગણતરી પુર્ણ, ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા 64000મતો થી આગળ.












Click it and Unblock the Notifications
