અમદાવાદમાં ખૂશ્બુ ગુજરાત કીનું શૂટિંગ કરતા અમિતાભ
ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.
ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અને બૉલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને રવિવારથી ‘ખૂશ્બુ ગુજરાત કી'ની ત્રીજા તબક્કાની શૂટિંગ શરૂ કરી છે. જે દરમિયાન તેમણે સરખેજ રોજા, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, ઝુમા મસ્જિદ સહિતના સ્થળો પર શૂટિંગ કર્યું હતું. દૂધસાગર ડેરીમાં ઉચાપાતના મામલામાં એલસીબી દ્વારા ગાંધીનગર ખાતેથી ડેરીના એમડી નિશિત બક્ષીની ધરપકડ કરવામાં આવી છે. આગામી માર્ચ મહિનાથી એર ઇન્ડિયા દ્વારા રાજકોટ અને દિલ્હી વચ્ચે દૈનિક વિમાની સેવાનો પ્રારંભ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

દા.ન. હવેલી ખાતે વિદ્યાર્થીઓને ચક્કાજામ
દાદરાનાગર હવેલીમાં ભીલવાસા પાસે ઉડાન યોજના હેઠળ વિદ્યાર્થીઓને જે લેપટોપ મળવાના હતા, તે લેપટોપ વિતરણ કાર્યક્રમ રદ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને ચક્કાજામ કરવામાં આવ્યો હતો તથા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

અમદાવાદઃ AMCમાં હડતાળનો આખરે અંત
અમદાવાદ મહાનગરપાલિકામાં સફાઇ કામદરોની ચાલી રહેલી હડતાળનો આખરે અંત આવ્યો છે. મનપા દ્વારા વીસ વર્ષ કરતા વધુ સમયથી કામ કરી રહેલા 250 જેટલા સફાઇ કામદારોને કાયમી તથા 225 પાર્ટટાઇમ કર્મચારીઓને ફુલ ટાઇમ કરવાનો નિર્ણય કર્યો છે. મનપાના આ નિર્ણયને આવકારીને સફાઇ કામદારો દ્વારા પોતાની હડતાળને આટોપી લેવાઇ છે.

મહેસાણા દૂધ સાગર ડેરીના એમડીની ધરપકડ
દૂધસાગર ડેરીમાં ઉચાપાતના મામલામાં એલસીબી દ્વારા ગાંધીનગર ખાતેથી ડેરીના એમડી નિશિત બક્ષીની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે ડેરીમાં 2.50 કરોડની ઉચાપાતના ગુનામાં મહેસાણા એલસીબી પોલીસે રવિવારે ડેરીના ચીફ જનરલ મેનેજર રશ્મિકાન્ત મોદીની ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

તારાપુર પાસે અકસ્માતઃ બેના મોત
તારાપુર વટામણ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે બેને ગંભીર ઇજા થતાં વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચલાક ટ્રક ઘટના સ્થળે છોડી ફરાર થઇ ગયો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં BRTS સેવાની શરૂઆત
સુરતમાં 26 જાન્યુઆરીના રોજ ઉધના બીઆરટીએસ પ્રોજેક્ટને ખુલ્લો મુકવામાં આવ્યો છે. શહેરજનોને એક મહિના માટે બીઆરટીએસમાં મફત મુસાફરીનો લાભ મળશે. આ રૂટ પર માત્ર 12 મીનિટમાં જ ઉધના દરવાજાથી ઉન સુધીનું અંતર કપાઇ જશે. બીઆરટીએસના આ રૂટને સાસંદ દર્શનાબેન જરદોષ, સુરત કમિશનર સહિતના લોકોએ લીલી ઝંડી આપી હતી.

અમદાવાદમાં ખૂશ્બુ ગુજરાત કીનું શૂટિંગ કરતા અમિતાભ
ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચને રવિવારથી ‘ખૂશ્બુ ગુજરાત કી'ની ત્રીજા તબક્કાની શૂટિંગ શરૂ કરી છે. જે દરમિયાન તેમણે સરખેજ રોજા, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, ઝુમા મસ્જિદ સહિતના સ્થળો પર શૂટિંગ કર્યું હતું. અમદાવાદ શૂટિંગ કરવા માટે આવેલા મહાનાયક અમિતાભ બચ્ચનની એક ઝલક મેળવવા માટે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

રાજકોટ-દિલ્હી વચ્ચે માર્ચથી શરૂ થશે દૈનિક ફ્લાઇટ
છેલ્લા બે દાયકાથી ચાલી રહેલી રાજકોટ-દિલ્હી વચ્ચેની દૈનિક ફ્લાઇટની માગણીનો આખરે અંત આવ્યો છે. આગામી માર્ચ મહિનાથી એર ઇન્ડિયા દ્વારા રાજકોટ અને દિલ્હી વચ્ચે દૈનિક વિમાની સેવાનો પ્રારંભ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, તેમ રાજકોટના સાંસદ કુંવરજીભાઇ બાવળિયા દ્વારા જણાવવામાં આવ્યું છે. બાવળિયા દ્વારા છેલ્લા બે વર્ષથી યુપીએ સરકાર સમક્ષ ઉક્ત રજૂઆત કરવામાં આવી રહી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
