Sarangpur Hanuman Temple : સાળંગપુર ખાતે હનુમાનજી 54 ફુટ ઉંચી પ્રતિમાનું અમિત શાહે કર્યું અનાવરણ
Sarangpur Hanuman Temple: આજે ચૈત્રી પૂનમના રોજ સમગ્ર દેશમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પાવન પર્વ નિમિત્તે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બોટાદ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાન મંદિર ખાતે ભગવાન હનુમાનની 54 ફુટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે.
આ ઉપરાંત અમિત શાહે સાળંગપુર હનુમાન મંદિરમાં શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલયનું પણ ઉદ્ધાટન કર્યું હતું. આ ભોજનાલય 7 એકરમાં ફેલાયેલું છે.

સાળંગપુર હનુમાન મંદિરમાં બનેલી આ પ્રતિમા અમદાવાદથી લગભગ 150 કિલોમીટર દૂર સાળંગપુર હનુમાન મંદિર પરિસરમાં બનાવવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે, આ મંદિરના દર્શન કરવાથી લોકોને શનિદેવના પ્રકોપથી મુક્તિ મળે છે. મળતી માહિતી મુજબ પંચધાતુથી બનેલી 30 હજાર કિલો વજનની આ મૂર્તિ સાત કિમી દૂરથી જોઈ શકાય છે.
આ સિવાય આ પ્રતિમાની કિંમત છ કરોડ રૂપિયા છે. કષ્ટભંજન હનુમાન મંદિરની સ્થાપના વિક્રમ સંવત 1905માં કરવામાં આવી હતી. તેનું નિર્માણ સદગુરુ ગોપાલાનંદ સ્વામીએ કરાવ્યું હતું. ગુજરાતના બોટાદ જિલ્લાના સાળંગપુરમાં બનેલા કષ્ટભંજન હનુમાનને હનુમાન દાદાના નામથી બોલાવવામાં આવે છે.

મંદિરની ઓળખ શું છે?
એવી માન્યતા છે કે, સાળંગપુર આવવાથી લોકોને શનિદેવના પ્રકોપથી મુક્તિ મળે છે. એવું કહેવાય છે કે, ઘણા સમય પહેલા લોકો શનિદેવના પ્રકોપનો સામનો કરતા હતા, ત્યારે ભક્તો હનુમાનજીની પૂજા કરતા હતા. જે બાદ હનુમાનજીએ લોકોને શનિદેવના પ્રકોપથી મુક્ત કર્યા હતા.
એવું માનવામાં આવે છે કે, લોકો પર શનિદેવના પ્રકોપને કારણે હનુમાનજી ગુસ્સે થઈ ગયા હતા, જેના પછી તેઓ શનિદેવ સાથે લડવા માટે નીકળી ગયા હતા, પરંતુ જ્યારે શનિદેવને આ વાતની જાણ થઈ, તો તેમણે કોઈ ઉપાય વિચારવાનું શરૂ કર્યું હતું.
બજરંગબલીથી બચવા માટે શનિદેવે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું કારણ કે, તેઓ જાણતા હતા કે હનુમાનજી બ્રહ્મચારી છે, તેથી તેઓ ક્યારેય કોઈ સ્ત્રી પર હાથ નહીં ઉપાડે.
હનુમાનજીએ શનિદેવને ઓળખી લીધા હતા. જે પછી શનિદેવ હનુમાનજીના પગમાં પડ્યા અને માફી માંગવા લાગ્યા, તો બજરંગબલીએ તેમને પોતાના પગ નીચે રાખ્યા હતા. ત્યારથી શનિદેવ કષ્ટભંજન હનુમાન મંદિરમાં મહિલાના રૂપમાં બજરંગબલીના પગ નીચે બિરાજમાન છે અને આ સ્વરૂપમાં તેમની પૂજા કરવામાં આવે છે.

ગૃહ મંત્રાલયે હનુમાન જયંતિ પહેલા રાજ્યોને કડક નિર્દેશ આપ્યા છે
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હનુમાન જન્મોત્સવને લઈને રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે. મંત્રાલયે તમામ રાજ્યોને કાયદો અને વ્યવસ્થા જાળવવા અને તહેવાર શાંતિપૂર્ણ રીતે યોજાય તેની ખાતરી કરવા જણાવ્યું છે.
ગૃહ મંત્રાલયે રાજ્યોને આવી ઘટનાઓ પર નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે, જેનાથી સામાજિક સમરસતા બગડવાનો ખતરો છે. રામ નવમીના તહેવાર પર કેટલાક રાજ્યોમાં સાંપ્રદાયિક હિંસાને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયની આ એડવાઈઝરી આવી છે.
ગૃહ પ્રધાનના કાર્યાલયે ટ્વિટ કર્યું હતું, રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારોએ કાયદો અને વ્યવસ્થા જાળવવાની, તહેવાર દરમિયાન શાંતિ જાળવવાની અને સમાજમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડી શકે તેવા તમામ પ્રકારના કારણો અથવા લોકો પર નજર રાખવાની જરૂર છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, હનુમાન જયંતિ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં રાજ્ય પોલીસને મદદ કરવા માટે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
