અમિત શાહની ગુજરાતમાં ગ્રાન્ડ એન્ટ્રી, રૂપાણીએ કર્યું સ્વાગત
પાંચેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ભાજપના અધ્યક્ષ અમિત શાહ આજે 29 માર્ચના રોજ પહેલી વાર ગુજરાત આવી રહ્યાં છે.
પાંચેય રાજ્યોની વિધાનસભા ચૂંટણી માં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ભાજપના અધ્યક્ષ અમિત શાહ આજે 29 માર્ચના રોજ પહેલી વાર ગુજરાત આવ્યાં છે. અમદાવાદ એરપોર્ટ પર તેમના સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અન્ય નેતાઓ એરપોર્ટ અમિત શાહના શાહી સ્વાગત માટે હાજર રહ્યા હતા.
અમદાવાદ એરપોર્ટ પર ભાજપ કાર્યકર્તાઓ તથા યુવાઓની ભારે ભીડ જોવા મળી હતી. 10 હજાર યુવા મોરચા દ્વરા અહીં અમિત શાહનું સ્વાગત કરાશે. આનંદીબહેન પટેલ, ઋત્વિજ પટેલ, અમદાવાદના મેયર ગૌતમ શાહ, બાબુ બોખરિયા, પુરુષોત્તમ રૂપાલા, નાનુ વાનાણી, વી.સતીષ સહિત અનેક દિગ્ગજ નેતાઓ પણ એરપોર્ટ પર હાજર છે.
આ સાથે જ ટ્વીટર પર #AmitGoBack ટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે, તો બીજી બાજુ #GujaratWelcomesShah પણ હાલ ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ભારતભરના અનેક સમર્થકો તથા વિરોધીઓ આ ટ્રેન્ડમાં સહભાગી બન્યા છે. વિધાનસભા ચૂંટણીઓ પછી લોકોમાં ભાજપ અને ભાજપના નેતાઓ કેટલા જાણીતા બન્યા છે, એ વાતની આ સાબિતી છે. ભાજપના યુવા નેતા ઋત્વિજ પટેલે અમિત શાહનું સ્વાગત કરતાં ટ્વીટ કર્યું હતું.
Shri @AmitShah ji, you have always translated Vision into a Reality. Gujarat Welcomes you sir. Looking Forward #GujaratWelcomesShah
— Dr Rutvij Patel (@DrRutvij) March 29, 2017
જો કે, ગુજરાતમાં બાજપના સમર્થકો અને સામાન્ય જનતામાં અમિત શાહના આગમનનો ભરપૂર ઉત્સાહ જોવા મળ્યો છે. આજે 29 માર્ચના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભાજપના કાર્યકર્તાઓું વિજય વિશ્વાસ સંમેલન યોજાનાર છે. આ સંમેલનમાં લગભગ 1 લાખ કાર્યકર્તાઓ હાજર રહેવાના હોવાનું કહેવાય છે.
અમિત શાહનો 30 માર્ચનો કાર્યક્રમ
- 8.00 AM - અમિત શાહ સ્થાનિક નેતાની મુલાકાત કરશે
- 10.00 - વિધાનસભામાં હાજરી આપશે
- 11.00 - વિધાનસભા ખાતે તમામ ભાજપના ધારાસભ્યો સાથે મુલાકાત કરશે
- 12.00 - ગુજરતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા મંત્રી મંડળ સાથે મુલાકાત કરશે
- 2.00 - ભોજન
- 3.00 - કમલમ કોબા ખાતે સરકાર અને સંગઠન પદાધિકારીઓ સાથે બેઠક કરશે
- 8.00 - 9.00 - ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના ગાંધીનગર ખાતેના નિવાસ સ્થાને ભોજન
31 માર્ચ, 2017 ના રોજ અમિત શાહ ફરી દિલ્હી જવા રવાના થશે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
