નરેન્દ્ર મોદીની બીજી યાદીમાંથી પણ 'સદભાવના' ગાયબ

એમ લાગી રહ્યું છે કે મોદીની સદભાવના કામ આવી નથી. ઉમેદવારોની બંને યાદીમાં લઘુમતીઓના નામ ગાયબ થઇ ગયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે એકપણ લઘુમતીને ટિકિટ આપી નથી. કોંગ્રેસે આ મુદ્દે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે ભાજપનો આ અસલી ચહેરો છે. જ્યારે ભાજપનું કહેવું છે કે પાર્ટી ધર્મ અને જાતિના આધારે ટિકિટ આપતી નથી.
અમિત શાહને ટિકિટ આપવામાં આવતાં કોંગ્રેસે પ્રશ્નો ઉભા કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર કેસમાં ફસાયેલા ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ પર ભાજપ અને નરેન્દ્ર મોદીને પૂરો વિશ્વાસ મૂક્યો છે.
2002 અને 2007માં અમદાવાદના સરખેજ વિધાનસભા ક્ષેત્રમાંથી વિજેતા બનેલા અમિત શાહને નરેન્દ્ર મોદીએ નારણપુરા વિધાનસભાક્ષેત્રેથી મેદાનમાં ઉતાર્યા છે. સોહરાબુદ્દિન બનાવટી એન્કાઉન્ટર કેસના કારણે અમિત શાહને 2010 રાજ્યના ગૃહમંત્રીનું પદ ગુમાવ્યું હતું.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્રારા વર્ષોથી લઘુમતી સાથે અન્યાય થતો આવ્યો છે, ભાજપે વર્ષ 1995 થી માંડીને 2007 સુધી આ પરંપરા જાળવી રાખી છે.
ભૂતકાળમાં એક નજર કરીએ તો વર્ષ 1995 પછીની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં એક પણ લધુમતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી નથી. વારંવાર તેમની સાથે અન્યાય થતો જોવા મળ્યો છે. ત્યારબાદ ભાજપે ૨૦૦૭ સુધી પોતાની આ નિતી જાળવી રાખી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 1995માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લધુમતી કોમના ઉમેદવાર ઉસ્માન ગની દેવડીવાલાએ અપક્ષ તરીકે પોતાની વિજય પતાકા લહેરાવી હતી. પરંતુ 1998માં જ્યારે કેશુભાઈ પટેલ પોતે શંકરસિંહ વાઘેલાના બળવા બાદ ફરી ચુંટણી લડી રહ્યા હતા. ત્યારે પાંચ લઘુમતી કોમના ઉમેદવારો વિધાનસભાની ચુંટણીમાં ચુંટાયા હતા. જે પૈકી ચાર કોંગ્રેસના ધારાસભ્ય હતા.
2002માં ફાટી નિકળેલા ગોધરાકાંડના રમખાણો બાદ લઘુમતી સમુદાયના માત્ર ઉમેદવારો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી શક્યા છે. જ્યારે તાજેતરની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ચાર લધુમતી સમુદાયના ધારાસભ્યો છે. અત્રે નોંધનીય છે કે તે તમામ ઉમેદવારો કોંગ્રેસના છે.
જે પૈકી ઇકબાલ પટેલને કોંગ્રેસ પક્ષના મુખ્ય દંડક તરીકે નિમવામાં આવ્યાં છે. જ્યારે અન્ય લઘુમતી મુસ્લિમના ધારાસભ્યોમાં પીરઝાદા મેહમૂદ જાવેદનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શેખ મોહંમદ ફારુક(કાલુપુર) અને ગ્યાસુદિન શેખ(શાહપુર)નો સમાવેશ થાય છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
