અમિત શાહે ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવી, કહ્યું - હું બૂથ વર્કરથી સંસદમાં પહોંચ્યો છું

Lok sabha Election 2024: કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહે ઉમેદવારી નોંધાવી છે. અમિત શાહ ગાંધીનગરથી સતત બીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. ઉમેદવારી નોંધાવ્યા બાદ અમિત શાહે ભાષણ પણ આપ્યું હતું.

અમિત શાહે કહ્યું કે, ગાંધીનગરની જનતાએ હંમેશા તેમને સાથ આપ્યો છે. મારા માટે ગર્વની વાત છે કે આ સીટનું પ્રતિનિધિત્વ લાલકૃષ્ણ અડવાણી, અટલજીએ કર્યું હતું અને જે સીટ પરથી નરેન્દ્ર મોદી પોતે મતદાર છે.

હું 30 વર્ષથી આ બેઠક પરથી ધારાસભ્ય અને સાંસદ છું. આ વિસ્તારના લોકોએ મને ઘણો પ્રેમ આપ્યો છે. તેમણે કહ્યું કે હું બૂથ કાર્યકરમાંથી સંસદમાં પહોંચ્યો છું.

Lok sabha Election 2024

આ પહેલા અમિત શાહે ગુરુવારે ત્રણ રોડ શો કર્યા હતા. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભા મતવિસ્તાર અને ગાંધીનગર જિલ્લાના સાણંદ અને કલોલમાં પણ રોડ શો યોજાયા હતા.

આ દરમિયાન શાહે કહ્યું કે, કલોલના ગામડાઓ અને શેરીઓ સાથે તેમનો લાંબો સંબંધ છે. 20 વર્ષ સુધી તેમણે અહીંની દિવાલો પર સૂત્રો લખ્યા, પોસ્ટર અને બેનરો લગાવ્યા અને ભાજપમાં આગળ વધ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X