ગુજરાત ચૂંટણીમાં અમિત શાહ, આ રણનીતિ સાથે ઉતરશે
જાણો ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના રાષ્ટ્રપતિ અધ્યક્ષ અમિત શાહની શું રણનીતિ છે.
ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ યુપીમાં ભાજપની મોટી જીત બાદ પહેલી વાર 29 માર્ચે અમદાવાદ આવશે. ગુજરાતના આ બે દિવસના કાર્યક્રમમાં અમિત શાહ, ગુજરાત વિધાનસભામાં હાજરી આપશે અને તેમનો અભિવાદન કાર્યક્રમ પણ યોજાશે. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપની જીત પછી જ્યાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે તેમાં પણ ઉત્તર પ્રદેશની જેમ જ રણનિતિ અપનાવવામાં આવશે તેવું મનાઇ રહ્યું છે. જે મુજબ દરેક વર્ગને સાથે જોડીને વિકાસના મુદ્દાને રજૂ કરવામાં આવશે. સાથે જ ગુજરાત સમેત હિમાચલ પ્રદેશ અને કર્ણાટક કે જ્યાં આવનારા દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યાં પણ આ જ પ્રણાલી પર કામ કરવામાં આવશે.

નોંધનીય છે કે ગુજરાતમાં ભાજપની સરકાર પાછલા 19 વર્ષોથી છે. પણ બહુ લાંબા સમય પછી પહેલી વાર ગુજરાતમાં ભાજપ નરેન્દ્ર મોદીના ચહેરા સિવાય ઉતરી રહી છે. ત્યારે ગુજરાતની 182 સીટો માટે અમિત શાહે 150 સીટો પર જીતનો લક્ષ રાખ્યો છે. અને આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. સાથે એપ્રિલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે છે. આમ મોદી પણ છેલ્લા બે વર્ષોમાં 10થી વધુ વાર ગુજરાત આવી ચૂક્યા છે અને વિજય રૂપાણીના શાસનમાં આવ્યા પછી પીએમ મોદીની ગુજરાત મુલાકાતોમાં મોટા વધારો થયો છે.
શુક્રવાર દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે પર અમિત શાહ સમેત ગુજરાતના સાંસદોની મુલાકાત થઇ હતી. અને ઔપચારિક મુલાકાતમાં આમ તો ગુજરાતની ચૂંટણી પર કોઇ ચર્ચા નહતી થઇ. પણ હવે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે. આ વર્ષના અંતમાં જ્યાં આ ચૂંટણીઓ થવાની છે ત્યારે બૂથ સ્તરથી લઇને પદાધિકારી અને કાર્યકર્તાઓ વચ્ચે પણ અનેક સંમેલન થશે. ત્યારે શું આ વખતે પણ પીએમ મોદી અને અમિત શાહની જોડી ગુજરાતમાં ભાજપની સરકાર લાવી શકે છે કે કેમ તે હવે જોવાનું રહ્યું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
