વાઈબ્રન્ટ સમિટ-૨૦૨૪માં ઉચ્ચ સ્તરીય ડેલિગેશન સાથે સહભાગી થવા તત્પરતા દર્શાવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ઉઝબેકિસ્તાન રાષ્ટ્રનાં ભારત ખાતેના રાજદૂત શ્રીયુત દિલશોદ અખાતોએ ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રી સાથેની આ મુલાકાત દરમ્યાન તેમણે ભારત-ઉઝબેકિસ્તાન-ગુજરાતના સંબંધોનો સેતુ વધુ સુદૃઢ કરવા અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો.

ખાસ કરીને ગુજરાત અને ઉઝબેકિસ્તાનના અંદિજાન પ્રદેશ વચ્ચે કો.ઓપરેશનના જે કરાર ૨૦૧૮માં થયેલા છે તેને બહુવિધ ક્ષેત્રે આપસી સહયોગથી આગળ ધપાવવા તેમણે વાતચીત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે પ્રદેશો અને ગુજરાત તથા ઉઝબેકિસ્તાન વચ્ચે ટુરિઝમ, આઈ.ટી, ફૂડ પ્રોસેસિંગ, રિન્યુએબલ એનર્જી સહિતના સેક્ટર્સમાં રોકાણો અને વ્યાપાર ઉદ્યોગ સહયોગ માટેની બાબતો સંદર્ભમાં વિચાર-વિમર્શ કર્યા હતા.
આગામી જાન્યુઆરી-૨૦૨૪ માં યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં ઉઝબેકિસ્તાનને સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપેલા નિમંત્રણનો સહર્ષ સ્વીકાર કરતાં ઉઝબેકિસ્તાનનાં રાજદૂતએ ઉચ્ચસ્તરીય ડેલિગેશન સાથે જોડાવાની તત્પરતા વ્યક્ત કરી હતી. તેમણે મુખ્યમંત્રીને પણ ગુજરાત ડેલિગેશન સાથે ઉઝબેકિસ્તાનની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું.
ઉઝબેકિસ્તાનના રાજદૂત શ્રીયુત દિલશોદ અખાતોવે તેમના રાષ્ટ્રના અંદિજાન પ્રદેશના ફાર્માસ્યુટીકલ ઝોનમાં ગુજરાતની પ્રતિષ્ઠિત ફાર્મા કંપનીઓના મોટા એકમો કાર્યરત છે તેની પણ વિગતો આ બેઠક દરમ્યાન આપી હતી. તેમણે આ ફાર્મા ઝોનમાં ફાર્માસ્યુટીકલ ઉદ્યોગોને અપાતા ઈન્સેન્ટિવ્ઝ અને ઉદાર સહાયની જાણકારી પણ આપી હતી.
ઉઝબેકિસ્તાનન રાજદૂતે તેમના રાષ્ટ્રના જુદા-જુદા પ્રોવિન્સમાં ભારતીય-ગુજરાતી સમુદાયના લોકો ફાર્માસ્યુટીકલ, હોસ્પિટાલીટી, મેડીકલ સેક્ટર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં કામકાજ કરે છે તેનાથી પણ મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા.
આ સૌજન્ય મુલાકાત બેઠક દરમિયાન મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ જોષી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદર તેમજ ઉદ્યોગ કમિશ્નર. ઈન્ડેક્ષ-બીના એમ.ડી વગેરે અધિકારીઓ પણ જોડાયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
